
નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાના વૈકલ્પિક રૂટ અંગે જિલ્લા કલેકટરે નિરીક્ષણ કરી બેઠક યોજી
શ્રદ્ધાળુ, ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ અને સુરક્ષા ઉભી કરવા સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં થતી નર્મદા મૈયા ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુ, ભાવિકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે એકતાનગર સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ સમગ્ર પરિક્રમા માટે વ્યવસ્થાના ભાગરૂપે વૈકલ્પિક માર્ગનું જાતનીરીક્ષણ કરીને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી.
બેઠકમાં ભાવિકોની સુવિધામાં વધારો કરવા વૈકલ્પિક માર્ગ સહિત પ્રાથમિક સુવિધાઓ, પાર્કિંગની સુવિધાઓ, પોલીસ બંદોબસ્ત, આરોગ્યલક્ષી સુવિધાઓ સહિતની વ્યવસ્થાને આયોજનબદ્ધ પૂર્ણ કરવા અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનો આપ્યા હતા.
કલેકટરએ સર્વ પ્રથમ રામપુરા ઘાટ પર સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વૈકલ્પિક રૂટ અંગે ચર્ચા કરીને રૂબરૂ વૈકલ્પિક રૂટનું નિરીક્ષણ કર્યું હતું