
રાજપીપલા એમ આર. કોલેજમાં રાષ્ટ્રીય શાયર ઝવેચંદ મેઘાણીની જન્મ જયંતીની ઉજવણી કરાઇ
બિરસામુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના કુલપતિ ડો. મધુકર પાડવીની ખાસ ઉપસ્થિતિમાં વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળા ની એમ.આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાતી વિભાગ દ્વારા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિ ડો. મધુકર પાડવીની ખાસ ઉપસ્થિતિમાં વ્યાખ્યાન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
- કોલેજના પ્રટાંગણ માં એન એસ એસ અને એનસિસી ના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું સાથે સાથે જીમ્નાસ્ટીક ની ફ્લોર એક્ટિવિટી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ફ્લોર એક્ટિવિટી ટેમ્પલિંગ મશરૂમ એક્ટિવિટી સહિતની અભ્યાસ કરીને જીમનાસ્ટિકના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત મહેમાનો ને કરતબ બતાવ્યા હતા

ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સંસ્થાના સેક્રેટરી રજસિંહ મહીડા અને બિરસામુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના કુલપતિ ડો. મધુકર પાડવીની ખાસ ઉપસ્થિતિ રહી હતી
કોલેજના પ્રાચાર્ય ડો. શૈલેન્દ્રસિંહ માંગરોલા એ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમ થકી પર્યાવરણ જાળવણી, ફીટ ઇન્ડિયા નો સુભ સંદેશ ઉપરાંત મહાન વ્યક્તિઓની જન્મ જયંતી ઉજવીને પ્રેરણા મેળવવી જોઈએ તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો









