GUJARATMAHISAGARSANTRAMPUR

કડાણા તાલુકાના વડા જાપા ગામે વિકસિત સંકલ્પ યાત્રાનું આગમન

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર….

વડાઝાપા ગામે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આગમન*…

*ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને સરકારની વિભિન્ન જનસુખાકારી-લોકકલ્યાણકારી યોજનાઓથી જન-જનને વધુમાં વધુ અવગત કરવા અર્થે પ્રારંભાયેલ ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ અન્વયે મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના વડાઝાપા ગામે પ્રાથમિક શાળા ખાતે આયોજીત ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ માં સૌ ગ્રામજનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો,દેશ અને રાજ્યને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા*.

*આ અન્વયે પી.એમ.સ્વનિધિ યોજના, પી.એમ.વિશ્વકર્મા યોજના,આયુષ્યમાન કાર્ડ,ઝુંપડા વીજળીકરણ યોજના,પી.એમ.મુદ્રા લોન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો*.

*આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત અને ખૂબ સરસ નાટક રજૂ કરવામાં આવ્યું.ત્યારબાદ વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પણ તેમને મળેલ લાભ વિશે પ્રજાજનો ને માહિતગાર કર્યા*.

*આ કાર્યક્રમમાં સાથે જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ,તાલુકા વિકાસ અધિકારી હેતલ બેન કટારા,ભગવંત સિંહ બાપુ,ઉપ પ્રમુખશ્રી અંબાલાલ પટેલ,તાલુકા પંચાયત ના ઉપપ્રમુખશ્રી બિપીનભાઈ પંચાલ, કડાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી કમલેશભાઈ પાદરીયા, અજય પાલ બાપુ, પોપટભાઈ ડીંડોર, અમિતભાઈ પાદરીયા,સહીત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ તથા શાળા શિક્ષકો,વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા*.

[wptube id="1252022"]
Back to top button