BANASKANTHAPALANPUR
જીવ દયા ફાઉન્ડેશનન તથા હીરાબા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ભારત વિકાસ પરિષદ દ્વારા સ્કૂલમાં બૂટ વિતરણ અને સ્ટીલના લંચબોક્સ વિતરણ કરવામાં આવ્યું


10 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
,આજ રોજ 10 જૂન ના સવારે બનાસકાંઠાના પાલનપુર થી 15 કિલોમીટર દૂર પ્રાથમિક શાળા,ભડાથ. તાલુકો અમીરગઢ. ભડથ પ્રાથમિક શાળા ધોરણ એક થી પાંચ ભણતવિદ્યાર્થીઓને જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રી.હીરાબા ચેરીટેબલ ટ્રસ્ટના ડોક્ટર પ્રકાશભાઈ મોદી અને પુનમબેન મોદી દ્વારા દરેકને એક જોડી સ્કુલ બુટ વિદ્યાર્થીને આપવામાં આવ્યો ભારત વિકાસ પરિષદ દ્વારા સ્ટીલના લંચબોક્સ વિતરણ કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓ અને શિક્ષણગણમાં ખુશી ફેલાઈ હતી.આ સેવા કાર્યક્રમમાંડોક્ટર પ્રકાશભાઈ મોદી. જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી પવન ફૂટવેર પુનમબેન મોદી અને ભાઇચંદભાઈ પટેલ એ હાજરી આપી હતી.શાળાના પ્રિન્સિપાલ મધુબેનશંકરલાલ પટેલ અને શિક્ષિકા, ફાલ્ગુનીબેન કીર્તિકુમાર મોઢ અને શિક્ષણ ગણ દ્વારા ખુશી સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
[wptube id="1252022"]







