જંબુસર નગર સ્થિત હાજી કન્યા શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ ની અધ્યક્ષતા મા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તથા હાજી કન્યા બુક ફેર નું આયોજન કરવામાં આવ્યું
જંબુસર નગર સ્થિત હાજી કન્યા શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ ની અધ્યક્ષતા મા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તથા હાજી કન્યા બુક ફેર નું આયોજન કરવામાં આવ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર નગર સ્થિત હાજી કન્યા શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ ની અધ્યક્ષતા મા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તથા હાજી કન્યા બુક ફેર નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અતિથિ વિશેષ શંકરભાઈ પઢીયાર મહામંત્રી, તાલુકા ઘટક સંઘ,એસએમસીના અધ્યક્ષ રેણુકા બેન પઢીયાર,હાર્દિક ક્લાસીસના પ્રણેતા ઉમેશભાઈ ભાઈ બ્રહ્મભટ્ટ,ધીરેન્દ્ર સિંહ રણા, તાલુકાના બી.આર.સી ઓર્ડીનેટર અશ્વિનભાઈ પઢીયાર,તાલુકાના સી.આર.સી કો.ઓર્ડીનેટર બીપીનભાઈ મહિડા તથા શાળાના નિવૃત્ત શિક્ષકો અને વાલીઓએ ખૂબ મોટા પ્રમાણમાં હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત શાળાના શિક્ષકો દ્વારા મહેમાનોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત, વિજ્ઞાન ગીત,આરુષિ દ્રારા જાદુગર ના ખેલ તથા હેતવી ઝાલા અને તન્વી પટેલ દ્વારા સરસ ભવાઈ જેવા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્ય મહેમાન તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ દ્વારા હાજી કન્યા બુક ફેર રીબીન કાપી ને ખુલ્લો મુકવામાં આવ્યો. આ બુક ફેર માં શાળાના ૨૮ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં બાળવાર્તાઓ, પ્રેરણાત્મક વિભાગ,શબ્દકોશ આપણું ગુજરાત જેવા વિભાગોમાં બાળકોએ ભાગ લીધો હતો. ત્યાર પછી સાયન્સ ફેરનું ઉદ્ઘાટન કર્યું.તેમાં અલગ અલગ કૃતિઓ નું મહેમાનો એ નિદર્શન કર્યું હતુ. વાલીઓએ કૃતિઓને જોઈને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો.આ બંને કાર્યક્રમના સંચાલન શાળાના શિક્ષકો મીનાજ બેન પનારવાલા,જયંતીભાઈ સિંધા,નીતાબેન ગોહિલ અને રીપકાબેન ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું. ઉમેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા બાળકોના પ્રોત્સાહન માટે ૫૦૦૧ રૂપિયાનું દાન આપ્યું હતું. તેમજ અન્ય મહેમાનો તરફથી પણ ૨૦૦૦ નું દાન મળ્યું હતું. શાળાના આચાર્ય રાહુલકુમાર મોરીએ ઉપસ્થિત મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ









