
MORBI:મોરબીના વાવડી રોડ ઉપરથી અંગ્રેજી દારૂની બે બોટલ સાથે ઇસમ ઝડપાયો
મોરબીના વાવડી રોડ ખાતે આવેલ કપિલ હનુમાનજી મંદિર નજીકથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને ઝડપી લઇ તેના વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

મોરબી સીટી એ ડિવિઝન સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી રોડ ઉપર એક ઈસમ શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની થેલી લઈને ઉભેલ હોય જેથી તેને ચેક કરતા પ્લાસ્ટિકની થેલીમાંથી વિદેશી દારૂની ઓલ સેસન્સ ગોલ્ડ વ્હિસ્કીની બે નંગ બોટલ મળી આવી હતી. આ સાથે જ આરોપી મુનવર અનવરભાઈ મીનીવાડીયા ઉવ.૪૦ રહે.ઘાંચી શેરી ફારુકી મસ્જીદની બાજુમાંની અટક કરી તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
[wptube id="1252022"]








