
14 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ.જ્યારે લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે ત્યારે તેને કંકુ ચાંદલા થી તિલક કરીને તેને વધાવવામાં આવે છે તેમ અમારી કોલેજમાં પણ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ દીકરીઓને કંકુ ચાંદલા થી તિલક કરીને તેમને સાકરથી મો મીઠું કરીને તેમનો પ્રવેશોત્સવની ઉજવણી કરી હતી.જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરાયું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સિન્ડિકેટ મેમ્બર હિતેશભાઈ ચૌધરી , ડૉ .સુરેન્દ્ર ગુપ્તા,રમેશભાઈ વૈષ્ણવ સેનેટ મેમ્બર ગૌરાંગભાઈ પાધ્યાય, પાર્થભાઈ બારોટ (સેન્ટ સભ્ય )અને સંદીપભાઈ દરજી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના તમામઆચાર્યશ્રીઓ તથા કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓના વાલી પણ ઉપસ્થિત રહ્યા હતા. તથા આ પ્રોગ્રામમાં પ્રમુખ સાહેબ શ્રી રમેશભાઈ પટેલ તથા આમંત્રિત મહેમાનો દ્વારા માર્ગદર્શન પણ દીકરીઓને આપવામાં આવ્યું હતું.





