નર્મદામાં સગીર બાળા પર દુષ્કર્મ કરનાર નરાધમને કોર્ટે ૨૦ વર્ષની સજા ફટકારી વળતર ચૂકવવા હુકમ કર્યો
જુનેદ ખત્રી : રાજપીપળા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક ગામમાં સગીર બાળા પર કરેલા દુષ્કર્મનાં આરોપીને કોર્ટે વીસ વર્ષની સજા અને દંડનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર મામલે મળતી માહિતી મુજબ દેડીયાપાડાના એક ગામમાં રહેતા ફરીયાદીની સગીર વયની ભત્રીજી તથા અન્ય એક સગીર વયની બાળા ગઈ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ પોતાના ઘરની બાજુમાં લગ્ન પ્રસંગના મંડપમાં રમવા માટે ગયેલા તે વખતે દેડીયાપાડા કલતર ગામના ૨૩ વર્ષીય નરાધમ યુવાન અર્જુનભાઈ ભારજીભાઈ વસાવા પણ આ ગામમાં લગ્નમાં આવ્યો હોય. આ બાળકીઓ ઉપર દાનત બગાડી નાની બાળકીને દશ રૂપીયા આપીશ તેવી લાલચ આપી હાથમાં ઉંચકી અપહરણ કરી ભોગ બનનારને કપાસના ખેતરમાં લઈ જઈ સાહેદ તથા ભોગ બનનારને ધાક ધમકીઓ આપી હવસખોરે ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરી શરીર પીઠ પાછળ તેમજ ગુપ્ત ભાગે ઈજાઓ કરી ગુનો કરતા આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્દીકી ની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદ પક્ષે દસ્તાવેજી પુરાવાઓ તેમજ જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરતા કોર્ટે આ તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી ને ૨૦ વર્ષની સજા અને ત્રણ લાખ રૂપિયા નું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.









