દસાડા શંખેશ્વર હાઇવે પરથી વિદેશી દારૂની બોટલો, કાર, સહીત બે આરોપી ઝડપાયા.
વિદેશી દારૂની 798 બોટલો કિં.રૂ.79,800 અને કાર કિં.રૂ. 2,50,000, મોબાઈલ નંગ 2 કિં.રૂ.10,000 મળી કુલ રૂ. 3,39,800 નો મુદામાલ કબ્જે કર્યો.

તા.12/04/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વિદેશી દારૂની 798 બોટલો કિં.રૂ.79,800 અને કાર કિં.રૂ. 2,50,000, મોબાઈલ નંગ 2 કિં.રૂ.10,000 મળી કુલ રૂ. 3,39,800 નો મુદામાલ કબ્જે કર્યો.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ડીવાયએસપી જે ડી પુરોહિતની આગેવાનીમાં દસાડા પોલીસ મથકના પીએસઆઇ વી આઈ ખડિયા સહિતની પોલીસ ટીમના સુરેશભાઈ વઢેલ, વિજયસિંહ નકુમ, મનીષભાઈ અઘારા, ભરતભાઈ મેમકીયા, નિલેશભાઈ રથવી અને મહિપતસિંહ મકવાણા સહિતનો પોલીસ સ્ટાફ દ્વારા અગાઉથી મળેલી બાતમીના આધારે દસાડા શંખેશ્ર્વર હાઈવે તરફથી આવતી કારને હાઈવે પર અટકાવતા છતાં કાર ચાલક કાર હંકારી જતા પોલીસે આ કારનો ફિલ્મીઢબે પીછો કરી વડગામ ત્રણ રસ્તા પાસે કારને આંતરી હતી જેમાં કાર ચાલક મહેશસિંહ વિનુભા ઝાલા રહે પનાર દેત્રોજ અમદાવાદ અને સુરેશસિંહ કીર્તિસિંહ સોલંકી રહે ખળી, સિદ્ધપુર પાટણ મૂળ દેલવાડા, બેચરાજી મહેસાણા ઝબ્બે કરી બાદમાં દસાડા પોલીસે આ કારની સઘન તલાશી લેતા કારમાંથી જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ 606 અને બિયર ટીન નંગ 192 મળી કુલ વિદેશી દારૂની 798 બોટલો કિં.રૂ.69,800 અને સ્વીફ્ટ કાર કિં.રૂ. 2,50,000, મોબાઈલ નંગ-2 કિં.રૂ.10,000 મળી કુલ રૂ.3,39,800નો મુદામાલ કબ્જે કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ વી આઈ ખડીયા ચલાવી રહ્યાં છે.





