
વાત્સલ્યમ્ સમાચાર
આશિષ પરમાર ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા પંથકનાં કોંઢ બાવળી કેનાલમાંથી અંદાજિત 20 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. યુવાનની બોડી ઉપરથી હાલ તેની કોઈ ઓળખ નથી થઇ તયારે પોલીસ દ્વારા સોસીયલ મીડિયામાં ફોટા વાઇરલ કરી વધુ થી વધુ જગ્યાએ વાઇરલ કરી યુવાનની ઓળખ માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. જો કે યુવાનમાં ડાબા પોંચા ઉપર અંગ્રેજીમાં પ્રાચી અને લાલ કલરના દિલનું ત્રોફાવેલ જોવા મળતું હોવાથી બોડીની ઓળખ જલ્દીથી થઇ શકશે એવો અંદાજ હાલ સામે આવ્યો છે.
[wptube id="1252022"]