LIMBADISURENDRANAGARTHANGADH

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા થાન તાલુકા અને લીંબડીમાં ગેરકાયદેસર ખનન પર દરોડો કરી મુદ્દામાલ સીઝ કર્યો.

તા.31/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના મોરથળા ગામની સીમમાં મોટાપાયે સફેદ માટી ચોરી થતી હોવાની અને લીંબડી તાલુકાના શીયાણી ઉમેદપર ગામની સીમમાં રેતી ચોરી થતી હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરતા થાનગઢ વિસ્તારમાંથી બે મશીનો અને લીંબડીથી રેતીનો જથ્થો જપ્ત કર્યો છે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ અધિકારી નિરવ બારોટના માર્ગદર્શન હેઠળ જિલ્લાનાં થતી ગેરકાયદેસર ખનીજ ચોરી સદંતર બંધ કરાવવા માટે સતત રેડ, ચેકીંગ કરવામાં આવી રહ્યું છે થાનગઢના મોરથળા ગામની સીમમાં ગેરકાયદેસર સફેદ માટીનું મોટાપાયે ખનન થતુ હોવાની બાતમીના આધારે રેડ કરી હતી રેડ દરમિયાન સફેદ માટીનું ખનન થતા સ્થળેથી 60 લાખ રૂપિયાની કિંમતના બે એકસેવેટર મશીનો સહિતનો મુદમાલ જપ્ત કર્યો હતો ખનીજ વિભાગે જપ્ત કરેલા બંને મશીન સીઝ કરી થાનગઢ મામલતદાર કચેરી ખાતે સોંપી દેવાયા છે બીજી તરફ લીંબડી તાલુકાના શીયાણી અને ઉમેદપર ગામની સીમમાં પણ ગેરકાયદેસર રેતીનું ખનન થતા સ્થળે પણ ખનીજની ટીમે રેડ કરી હતી રેડ દરમિયાન અલગ અલગ જગ્યાએ એકઠી કરેલી રેતીનો મુદમાલ મળી આવ્યો હતો આ જથ્થો એક જગ્યાએ એકત્રિત કરી કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લામાં મોટાભાગની ખનીજ ચોરી સરકારી જમીનો ઉપર થતી હોવાથી જ્યારે ખનીજ કે પોલીસની ટીમ રેડ કરી મુદ્દામાલ કે મશીન ઝડપે ત્યારે કોણ ચોરી કરતુ હતુ એ સાબિત થતુ નથી કારણ કે તંત્ર રેડ કરવા ગાડીઓ લઇને નીકળે ત્યારે તેઓના લોકેશન અને પસાર થવાની વિગતો ખનીજ ચોરો ગ્રુપમાં મોકલી દેતા હોવાથી ખનીજ ચોરી સ્થળેથી તંત્ર પહોંચે એ પહેલા આરોપીઓ નાસી જતા હોય છે જેના કારણે તંત્રને માત્ર મુદામાલ ઝડપી સંતોષ માનવો પડે છે.

[wptube id="1252022"]
Back to top button