મુળીના લીયા ગામે પિતા ના પ્રેમ પ્રકરણમાં પુત્રની હત્યા
પિતાની પ્રેમિકા અને તેના પુત્ર પુત્રીઓએ હુમલો કરતા બનાવ હત્યામા પરિણમ્યો.

તા.22/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પિતાની પ્રેમિકા અને તેના પુત્ર પુત્રીઓએ હુમલો કરતા બનાવ હત્યામા પરિણમ્યો.
મૂળી તાલુકાના લિયા ગામે પ્રેમ પ્રકરણમાં સરા ગામના યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો મૂળી તાલુકાના લીયા ગામે પ્રેમ પ્રકરણમાં સરા ગામના યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો તેમજ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી હતી મૂળી પોલીસ સ્ટેશનએથી વધુ માહિતી મળતા મૂળી તાલુકાના સરા ગામના નિવાસી ગનીભાઇ મુલતાની અને ધુનીબેન કાળુભાઇ વાનાણી રહે લીયા સાથે છેલ્લાં દસ વર્ષથી પ્રેમ સબંધમાં જોડાયેલા હતાં તેમજ ફરિયાદી તથા તેના ભાઈઓ બહેનો મોટા થઈ ગયેલ હોય જેથી તેઓએ તેમના પિતાજી તેમજ ધુનીબેન તથા તેમના પરિવાર સાથે સબંધ ન રાખવા વારંવાર સમજાવ્યું હતું તારીખ 21 મે ના રોજ રાત્રે ફરિયાદીના પિતા રાત્રે ધુનીબેનના ઘરે જતા રહ્યા હતા જેથી ફરિયાદી તથા તેનો ભાઈ સોહિલ રાત્રે 11:00 કલાકની આસપાસ મોટરસાઇકલ લઈને તેમના પિતાજી તેમજ આરોપી ધુનીબેનના ઘરે તેમના પિતાજી તેમજ ધુનીબેન અને ધુની બહેનના પરિવારને સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપીઓએ એકી સંપ કરી ગે.કા. મંડળી રચી ફરિયાદી તેમજ તેના ભાઇ સોહિલને જેમ તેમ બોલી ફરિયાદી તથા તેમના ભાઈ સોહિલને ઘરની બાહર કાઢી મૂક્યા હતા તેમજ છૂટા પત્થરો મારી જગડો કરી આરોપી શક્તિભાઈ કાળુભાઇ વાનાણીએ હાથમાં રહેલી કુહાડી ફરિયાદીના ભાઇ સોહીલને માથામાં ઝીંકી દીધી હતી આરોપી વિક્રમભાઇ કાળુભાઇ વાનાણીએ હાથમાં રહેલો ધોકો સોહિલના માથામાં ધા માર્યો હતો અને આરોપી કાળુભાઇએ હાથમાં રહેલો લોખંડના પાઇપ વડે સોહિલના હાથમાં મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમજ ફરિયાદીના ભાઇ સોહિલ ઉ 26 વર્ષનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું તેમજ ફરિયાદી અને તેમના પિતાજી વચ્ચે પડતા આરોપી ધુનીબેનએ પોતાના હાથમાં રહેલ પાવડાનો હાથો ફરીયાદીના ગરદનના પાછળના ભાગમાં માર્યો અને આરોપી કાળુભાઇ એ લોખંડના પાઇપ વડે ફરિયાદીને માથામાં મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમજ ફરિયાદીના પિતાજીને ઇજા કરી આરોપી કાજલબેનએ પથ્થરનાં છૂટા ધા કરી ફરિયાદીને ગંભીર ઈજગ્રસ્ત કર્યા હતા આ ઉપરાંત ફરીયાદી સમીરભાઈ ગનીભાઇએ મૂળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી દેવામાં આવી હતી તેમજ મૂળી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી.