
તા.16/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ગીરીશ પંડયા સાહેબ નાઓની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લામા ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતી ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે ગે.કા હથીયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ એચ જે ભટ્ટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી ઓ વાળા તથા અ.પો.હે. અનિરુધ્ધસિંહ ઝાલા, મહાવીરસિંહ રાઠોડ, ચેહરભાઇ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમી હકિકત આધારે ગેડિયા ખાતે રહેતા ઇદરીશખાન હાજીખાન મલેક રહે ગેડિયા પ્રાથમિક શાળા પાછળ તા પાટડી સુરેન્દ્રનગર વાળાના કબ્જામાંથી એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક કી રૂ.5000 મળી આવતા પકડી પાડી, મજકુર ઇસમ વિરૂધ્ધમાં બજાણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધાવવામાં આવેલ છે.





