ધ્રાંગધ્રાના નારીચણા ગામો સહીત ચાલતા ગેરકાયદેસર રેતી વોશ પ્લાન્ટ ઉભો કરી માફિયાઓ દ્વારા દરરોજ લાખ્ખો રૂપિયાની કમાણી

તા.17/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા, ગાજણવાવ, રાવળીયાવદર, સહિતના વિસ્તારોમા ગેરકાયદેસર રેતી ચોરી કરી વોશ પ્લાન્ટ શરુ કરાયા છે જેમા ધ્રાંગધ્રા તાલુકા ગામો રેતી વોશનો ગેરકાયદેસર પ્લાન્ટ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહા છે રેતી ચોરી કરી તેને વોશ કરી બાદમા ટ્રેક્ટર, ડમ્ફર જેવા જુદા જુદા વાહનોમાં ભરીને વેચાણ કરી દરરોજ લાખ્ખોની રુપિયાનુ ખનીજ બારોબાર પધરાવી દેવામાં આવે છે ત્યારે રેતી ચોરીના લીધે પ્રકૃતિને પણ નુકશાન થાય છે અને ગુજરાત સરકારની તિજોરીને નુકશાન થાય છે જેને લઇ જાગૃત નાગરીકો દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં ગેરકાયદેસર ચાલતા વોશ પ્લાન્ટને પર તાત્કાલિક દરોડો કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામા આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે પરંતુ અધિકારીઓ દ્વારા ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રેતીના વોસ પ્લાન ગેરકાયદેસર ચાલતા હોવા છતાં હોવા છતાં પણ આજ દિન સુધીની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે તાત્કાલિક દરોડો કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામા આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.





