SURENDRANAGARWADHAWAN
સુરેન્દ્રનગર શહેરમાં મહાપુરુષોની પ્રતિમાઓ, બાગ, બગીચા, ઉદ્યાનો, સરકારી રહેણાંક વસાહતોની સઘન સાફ સફાઈ હાથ ધરાઈ.

તા.06/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ અને ‘સ્વચ્છ ભારત મિશન અર્બન-૨.૦’ અન્વયે આજરોજ નગરપાલિકા વિસ્તારમાં આવેલા મહાપુરુષોની પ્રતિમાઓ, બાગ, બગીચા, ઉદ્યાનોની સફાઈ તેમજ સરકારી રહેણાંક વસાહતોની સઘન સાફ – સફાઈ હાથ ધરવામાં આવી હતી તેમ સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફીસરની યાદીમાં જણાવાયું હતું ઉલ્લેખનીય છે કે આ સ્વચ્છતા અભિયાન અન્વયે તા. ૧૫/૦૬/૨૦૨૪ સુધી નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવશે જેમાં દરરોજ જુદીજુદી થીમ હેઠળ સઘન સાફ સફાઈ કરવામાં આવશે.
[wptube id="1252022"]