CHOTILASURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ, મુળી અને ચોટીલામાં ચાર વોટરપાર્કને વહીવટી તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યા હતાં.

તા.31/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રાજકોટની આગ દુર્ધટના બાદ રાજ્યભરમાં ફાયર એનઓસી સહિત તપાસ હાથ ધરાઇ છે ત્યારે જિલ્લા કલેક્ટરના આદેશથી જિલ્લાના વોટરપાર્કમાં તપાસ હાથ ધરાઇ હતી જેમાં જિલ્લાના ચોટીલામાં 2 વર્ષથી, મૂળીમાં 3 વર્ષથી અને વઢવાણમાં 1 વર્ષથી ચાલતાં 4 વોટરપાર્કમાં ફાયર અને સ્ટ્રકચર એનઓસી સહિત સમસ્યા ધ્યાને આવતા સીલ મારી દેવાયા હતા જ્યાં સુધી આદેશ ન થાય ત્યાં સુધી ચાલુ ન કરવા સૂચના આપી હતી રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આગ લાગવાના બનાવ બાદ રાજ્યભરમાં ફાયર સહિત એનઓસી અંગે તપાસના આદેશ અપાયા હતા જેમાં સુરેન્દ્રનગરમાં બુધવારના રોજ ચીફ ઓફિસર અને ટીમે શહેરમાં ચાલતા ગેમઝોન સીલ મારી દેતા દોડધામ મચી હતી ત્યારે ગુરૂવારે જિલ્લા કલેક્ટર કે સી સંપટની આગેવાનીમાં અગાઉ બેઠક યોજાઇ હતી જેમાં જિલ્લામાં ચાલતા વોટર પાર્કમાં પણ એનઓસી અંગે તપાસ હાથ ધરાઇ હતી પી એમ અટારા મામલતદાર સાહેબ વઢવાણ, મામલતદાર કચેરી વઢવાણના અનિરૂદ્ધસિંહ ચાવડા, TDO વઢવાણ, PSI જોરાવરનગર, PGVCL ટીમ, અધેલી ગામ ખાતે સ્પ્લેશ વોટરપાર્ક સિલ કરેલ છે જેમાં 4 વોટર પાર્ક જિલ્લામાં હોવાનુ ધ્યાને આવ્યું હતું આથી ચોટીલામાં 2, મૂળીમાં 1 અને વઢવાણમાં 1 વોટરપાર્કમાં તપાસ હાથ ધરાઇ હતી જેમાં મૂળી તાલુકાનાં દાણાવાડા ગામે આવેલ મસ્તી વોટરપાર્કમાં મૂળી મામલતદાર આર ડી પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ મિશ્રા, પીએસઆઇ એ એ જાડેજા અને સ્ટાફ દ્રારા વિવિધ ડોક્યુમેન્ટ ચેકિંગને લઇ તપાસ આરંભી હતી જેમાં એનઓસી, પ્રિમાઇસીસ, લાઇસન્સ ફાયર સેફ્ટી સહિતમાં ખામી હોવાનાં કારણે વોટરપાર્કને સીઝ કરી કાર્યવાહી કરાઇ હતી જ્યારે ચોટીલા મામલતદાર વી એમ પટેલ, ટીડીઓ, પોલીસ સહિત ટીમે જોલી વોટરપાર્ક અમરનાથ વોટર પાર્કમાં તપાસ હાથ ધરી હતી જેમાં ફાયરસેફ્ટી એનઓસી તથા સ્ટ્રકચર એનઓસી ન લીધું હોવાનું ધ્યાને આવતા સીલ કરી નાંખવામાં આવી હતી જ્યારે વઢવાણ તાલુકાના અધેલી ગામે ચાલતા વોટરપાર્ની ટીડીઓ ગીતાબેન, મામલતદાર પી.એમ. અટારા, નાયબ મામલતદાર અનિરૂધ્ધસિંહ ચાવડા, પીએસઆઇ તલાટી સહિત ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં એનઓનસી સહિતના નિયમનું પાલન ન જણાતા સીલ મારી દેવાયું હતું તથા જ્યાં સુધી આગળની કાર્યવાહી કે સૂચના ન મળે ત્યાં સુધી ન ખોલવા તાકીદ કરાઇ હતી.

[wptube id="1252022"]
Back to top button