ધાંગધ્રા હાઈવે ગોકુળ હોટલ પાસે ઈકો ગાડી પલટી મારતા ચાર લોકોના મોત, એકનો ચમત્કારિક બચાવ

તા.18/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના હરીપર બ્રિજ પાસે ગોકુળ હોટલ પાસે હાઈવે પર ઈકો કાર પલટી મારી ગઈ હતી અકસ્માત સમયે કારમાં પાચ લોકો હતા જેમાં ચાર લોકોના મોત થયા છે ત્યારે એક વ્યક્તિ મોટા દીકરાનો ચમત્કારિક બચાવ થયો હતો ડેડ બોડીને પીએમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ધાંગધ્રા તાલુકાના હરીપર બ્રિજ પાસે ગોકુળ હોટલ પાસે હાઈવે પર ઈકો કાર પલટી મારી ગઈ હતી અકસ્માત સમયે કારમાં પાચ લોકો હતા જેમાં ચાર લોકોના મોત, યજ્ઞેશભાઈ ઉર્ફે કાનાભાઈ હિતુભાઈ જાદવ દીકરો, ઇન્દુમતીબેન જીતેન્દ્રભાઈ જાદવ મમ્મી, રાધાબેન નીલકંઠભાઇ જાદવ ભાભી રહે, ધનેશભાઈ બાબુભાઈ ચાવડા મામાં સહીત એકજ પરિવારના લોકોના મોત થયા હતા ત્યારે એક વ્યક્તિ મોટો દીકરો નીલકંઠ જીતેન્દ્રભાઈનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી તે સમયે ઈકો કાર પલટી મારી જતા કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા જ્યારે હાઈવે પર અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા 108 અને પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળ પર બચાવ ટીમ પહોંચી ગઈ હતી મૃતકોને પીએમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.





