મુળીના દાધોળીયા ગામે વિડીયો વાયરલ કરી યુવકનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા
મૃતકે વિડીયોમાં આરોપી ના નામજોગ ઉલ્લેખ કરી જીવન ટુંકાવ્યુ.

તા.10/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મુળી તાલુકાનાં દાધોળીયા ગામે યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે મળતી વિગતો મુજબ સુરેશભાઈ ઠાકરશીભાઇ બારૈયાએ આજે તેઓની વાડીએ જીવન ટુંકાવ્યુ હતું જેમાં સુરેશભાઈના મોટાભાઈનું છ માસ પહેલા શંકાસ્પદ મોત થયેલ હોય ત્યારે તેમાં તેઓની પત્નીના આડા સંબંધોના કારણે તેઓ સહિત રાજુભાઈ ગુણાભાઈ ઝેઝરીયા અને ભરતભાઈ અમરશીભાઈ જાંબુકીયા સામેલ હોય પરંતુ તેઓના નાના બાળકોના લીધે અને સમાજ આગેવાનોની સમજાવટથી તે સમયે કોઈ ફરિયાદ કરવામાં આવેલ નહોતી ત્યારે ફરી આ આરોપી ત્રિપુટીએ ખોટી રીતે સુરેશભાઈને હેરાન કરી સંડોવી દેવાની ધમકી આપતા હોય ત્યારે આ આરોપીથી કંટાળી ગતરોજના દિવસ વિડીયો વાયરલ કરી સમગ્ર હકીકત જણાવી વાડી ઉપર તેઓએ ઝાડ ઊપર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી ત્યારે તેઓના મૃતદેહને મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને પી.એમ. કરવામાં આવેલ ત્યારે અનેક ગામજનો સહિત સગા સબંધી મુળી પોલીસ સ્ટેશન ધસી ગયા હોય બાદમા ફરીયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપી તરીકે જયાબેન ચતુરભાઈ બારૈયા દાધોળીયા રાજુભાઈ ગુણાભાઈ ઝેઝરીયા દાધોળીયા ભરતભાઈ અમરશીભાઈ જાંબુકીયા દાધોળીયા સામે કલમ ૩૦૬ મુજબનો ગુનો નોધવામાં આવેલ છે ગુનો દાખલ ન કરવા માટે અનેક રાજકીય આગેવાનોના ફોન પોલીસ ઉપર દબાણ ઉભુ કરવા છતાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવતાં રાજકીય આગેવાનો ખુલ્લા પડી ગયા હતા એક જ પરીવારના બે ભાઈના અપમૃત્યુ ૬ મહિનામાં થતા અરેરાટી વ્યાપી જવા પામી છે.





