GUJARATLUNAWADAMAHISAGAR

વીરપુર તાલુકાના આસપુર ગામે તળાવ ની આસપાસ ઝાડી ઝાંખરા ની સાફ સફાઈ કરવામાં આવી

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી

સ્વચ્છતા અભિયાનમાં આસપુરના ગ્રામજનો પણ સહભાગીદાર બન્યા

વીરપુર તાલુકાના આસપુર ગામે તળાવ ની આસપાસ ઝાડી ઝાંખરા ની સાફ સફાઈ કરવામાં આવી

સ્વચ્છ ગુજરાત નિર્મળ ગુજરાતના સૂત્રને સાકાર કરવા માટે સમગ્ર રાજ્યમાં સફાઈ અભિયાન પૂરઝડપ ચાલી રહ્યું છે ત્યારે મહિસાગર જિલ્લાના વિવિધ ગામોમાં પણ સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના આસપુર ગામે તળાવની આસપાસ સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગ્રામજનોએ સહભાગીદારી નોંધાવી ઝાડી ઝાંખરા ની સાફ સફાઈ કરવામાં આવી હતી.

‘મારૂ ગામ, નિર્મળ ગામ’ સૂત્રને સાર્થક કરતા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં પ્લાસ્ટિકનો કચરો અને લાકડાના ટૂકડાં વગેરે કચરો એકત્રિત કરી અને સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button