વઢવાણ જી.આઈ.ડી.સી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
હું અવશ્ય મતદાન કરીશ મતદાન સંકલ્પપત્ર ભરતાં ઔદ્યોગિક એકમના કર્મચારી બહેનો

તા.20/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
હું અવશ્ય મતદાન કરીશ મતદાન સંકલ્પપત્ર ભરતાં ઔદ્યોગિક એકમના કર્મચારી બહેનો
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ યોજાનાર છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો દરેક નાગરીક લોકશાહીનાં પર્વમાં ભાગ લઈને બિનચૂક મતદાન કરીને લોકશાહીને વધુ મજબૂત કરે તે માટે સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન SVEEP – સ્વીપ અભિયાન અંતર્ગત અનેક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે જે શ્રેણીમાં મતદાર જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે. સી. સંપટના અધ્યક્ષસ્થાને વઢવાણ જીઆઈડીસી. ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન આસપાસનાં ગામમાંથી મોટી સંખ્યામાં બહેનો કામ કરવામાં આવે છે તેવી ટ્રાયલો ઈન્ડસ્ટ્રીઝ ખાતે કરવામાં આવ્યું હતું આ બહેનોને મતદાન કરવા પ્રોત્સાહિત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે. સી. સંપટે જણાવ્યું હતું કે બહેનો આસપાસના ગામડાઓમાંથી આવતા હોવાથી તેઓ તેમના ગામના એમ્બેસેડર બનીને, બહેનોના મતદાનની ટકાવારીમાં વધારો કરવા માટે પોતે મત આપવા સાથે પોતાના ગામના તમામ મતદાર બહેનોને અચૂક પણે મતદાન માટે પ્રેરિત કરે સંપટે વધુમાં ઉમેર્યું હતું કે બહેનો પોતાની દરેક જવાબદારી સારી રીતે નિભાવતી હોય છે ત્યારે મતદાન કરવું એ પણ નાગરિક તરીકે આપણી નૈતિક જવાબદારી અને ફરજ છે કોઈપણ કારણોસર હજુ પણ જો કોઈનું નામ મતદારયાદીમાં રહી ગયું હોય કોઈ સુધારા વધારા કે અન્ય કોઈ ફેરફાર કરવાના હોય તો ગમે ત્યારે થઈ શકે છે એક એક મતદારનો મત કિંમતી છે ત્યારે મતદાનના દિવસે જાહેર કરાયેલ રજા વેડફ્યા વિના બિનચૂક મતદાન કરવું અને પરિવારના તમામ મતદાર સભ્યો તથા આડોશ પાડોશ અને સગા સંબંધીઓને પણ મતદાનની પવિત્ર ફરજ નિભાવવા પ્રેરિત કરવા તેવો સંદેશો જિલ્લા ચૂંટણી અધિકારીએ આપ્યો હતો આ તકે ઔદ્યોગિક એકમના કર્મચારી ભાઈઓ બહેનો તથા ઉપસ્થિત સર્વેએ હું અવશ્ય મતદાન કરીશનું મતદાન સંકલ્પપત્ર ભર્યું હતું તથા અવશ્ય મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા મતદાન જાગૃતિ અંગેના જુદા જુદા સૂત્રો દર્શાવતા બેનરો તથા સેલ્ફી પોઇન્ટ સાથે બહેનોએ ઉત્સાહભેર ફોટો પડાવ્યા હતા આ કાર્યક્રમમાં વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુળાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું સી.કે.કે. મંગલાયતન વિનયમંદિરનાં વિદ્યાર્થીએ યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા માટે યુવા મતદારો જાગો નામક સુંદર ગીત રજૂ કર્યું હતું આ તકે પ્રોબેશનરી આઈએએસ હિરેન બારોટ, વઢવાણ મામલતદાર આર.બી. રાણા, સુરેન્દ્રનગર શહેર મામલતદાર, જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા, વઢવાણ જી.આઇ.ડી.સી. પ્રમુખ સુમિતભાઈ પટેલ, ટ્રાયલો ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર ચિરાગભાઈ પાટડીયા તથા સંબધિત વિભાગના અધિકારીઓ તથા ઔદ્યોગિક એકમના કર્મચારી બહેનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.





