SURENDRANAGAR

સાયલા તાલુકાના કેસરપર ગામની સીમમાં વીજળી પડતા એક ભેંસ નુ મોત.

હવામાન આગાહી સુત્ર પ્રમાણે અમુક જગ્યાએ  વીજળી સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલું નાનકડું ગામ એવા કેસરપર ગામની સીમમાં એક ભેંસ ઉપર વીજળી પડતા મોત થયું છે જેમાં જયેશભાઈ સારલા તેમને વાડીએ પશુઓને ઘાસચારો નાખી જતા રહ્યા ત્યારબાદ થોડીવાર પછી ધીમે ધીમે વરસાદ પડતાં ની સાથે જ લીમડા સાથે બાંધેલી ભેંસ ઉપર વીજળી પડતા ભેંસનું મોત નિપજ્યું હતું. જયેશભાઈ સારલા એ વિનાભાઈ ઉપ સરપંચને જાણ કરી સાથે રાખી સાયલા પોલીસ સ્ટેશનને ફોન કરી અરજી નોંધાવી હતી. વાડી માલિક સારલા નરશીભાઈ રાણાભાઇ અને આજુબાજુના લોકો માં ગભરાટ ફેલાયો હતો તેમજ લોકોને કોઈ જાનહાની થવા ન પામી હતી. કેસરપર ગામના નરશીભાઈ એ જણાવ્યું અમે વાડીમાં મજૂરી કરી અમારું ગુજરાન ચલાવીએ છીએ સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અમારા પશુ નુ મોત નિપજ્યું છે તે બદલ અમારી રજૂઆત ને ધ્યાનમાં લઇ અમને વળતર ચૂકવવામાં આવે.

અહેવાલ.. જેસીંગભાઇ સારોલા સાયલા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button