GUJARATSURENDRANAGARWADHAWAN
સુરેન્દ્રનગર SOG પોલીસે ધોળીધજા ડેમ પાસેથી હથિયાર સાથે એક ઈસમને દબોચ્યો.

તા.29/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા સુરેન્દ્રનગરમાં મિલ્કત વિરોધી ગુનાઓ તેમજ હથિયારધારાના ગુનાઓ શોધી કાઢવા ગુનાહિત પ્રવૃત્તિ શોધી કાઢવા માટેની સુચના માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એચ.જે. ભટ્ટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.ઓ. વાળાને મળેલ બાતમીના આધારે સુરેન્દ્રનગર નવા સર્કિટ હાઉસ સુધારામાં રહેતા મુસ્તકા ગુલાબ મેર નામનો શખ્સ પોતાની પાસે ગેરકાયદેસર લાયસન્સ કે પરવાના વગરનું હથિયાર રાખે છે તેવી બાતમીના આધારે આરોપી મુસ્તાક મેર રહે. સુધારા પ્લોટ રાજકોટ હાઇવે રોડ જોરાવનગરને એક દેશી હાથ બનાવટની મજરલોડ સીંગલ બેરલ બંદુક કિં.રૂ. 5000 વાળા હથિયાર એસઓજી પોલીસ દ્વારા પકડી પાડેલ છે આરોપી વિરુધ્ધ આર્મ્સ એક્ટ ક.25(1-બી)એ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
[wptube id="1252022"]





