
મોરબી:ઇનોવા કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી એલસીબી પોલીસ ટીમે બાતમીને આધારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર રીવેરા સીરામીક જતા રસ્તે દરોડો પાડી ઇનોવા કારમાંથી ૫૮૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ઇનોવા કારનો ચાલક પોલીસને દૂરથી આવતા જોઈ અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસે ઇનોવા કાર તથા દેશી દારૂનો જથ્થો કબ્જે લઇ આરોપી ઇનોવા કાર ચાલક તેમજ દેશી દારૂ મંગાવનાર નામચીન મહિલા બુટલેગર તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ બી ડિવિઝનમાં પ્રોહી.નો ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે નામચીન મહિલા બુટલેગર સોનલ અબ્બાસભાઈ કટીયાનો માણસ ઇનોવા કાર રજી. જીજે-૦૧-એચજે-૪૧૬૫માં દેશી દારૂનો જથ્થો બહારથી ભાર લાવી મોરબી વર્કાબેર હાઇવે ઉપર રીવેરા સીરામીક જવાના રસ્તે આવેલ ખુલ્લા પટ્ટમાં ટાઇલ્સ કટિંગના ઢગલામાં ઉતારી સંતાડવાની કામગીરી હાલ ચાલુ હોય જે બાતમીને આધારે મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે દરોડો પાડતા ટાઇલ્સ કટિંગના ઢગલાઓ વચ્ચે ઇનોવા કાર ઉભી હોય ત્યારે કારની નજીક જતા કાર ચાલક અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો.ત્યારે પોલીસે સ્થળ ઉપરથી ઇનોવા કારમાંથી કુલ ૧૨ પ્લાસ્ટિકના બચકામાં ૫૮૦ લીટર દેશી દારૂનો જથ્થો કિ.રૂ.૧૧,૬૦૯/- તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ઇનોવા કાર કિ.રૂ.૩ લાખ કુલ રૂ.૩,૧૧,૬૦૦/-નો મુદામાલ કબ્જે લઇ આરોપી ઇનોવા કાર ચાલક તેમજ સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટીયા રહે. મોરબી માળીયા વનાળીયા તથા તપાસમાં ખુલ્લે તે તમામ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.








