
14 ફેબ્રુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
કરણપુરા પ્રાથમિક શાળા ની સ્થાપના 14/02/1961ના રોજ થઈ હતી.વડાપ્રધાન પ્રેરક ઉદબોધન માં કહેલ કે શાળા સ્થાપના દિવસ ખુશીઓ સાથે ઉજવણી થવી જોઇએ.. લોકપ્રિય વડાપ્રધાન આ સૂચન ગામ લોકો વધાવી લીધું ને 63 માં જન્મોત્સવ ની રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી.. કરણપુરા પ્રાથમિક શાળાને શણગારવામાં આવી માનનીય સાંસદ પરબતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી કેક કાપીને શરૂઆત કરી.. સૌ પ્રથમ આ શાળામાં ભણેલા પ્રથમ બે બેંચ માં વિધાર્થી એવા વડીલોનું સન્માન ભગવત ગીતાનું પુસ્તક અને શાલ આપીને કર્યું ત્યારબાદ શાળામાં ભણીને સરકારી અને સહકારી કર્મચારીઓ ની સન્માન કરવામાં આવ્યું સાથે સાથે આ શાળા ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું..
ત્યારબાદ બાળકો દ્વારા અદ્ભુત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યો..સૌ બાળકો એ માટે અને મહેમાનો માટે ગામ લોકોએ જમણવાર રાખ્યો..ગામ ના દાતારીએ લોકોના સહયોગથી 1લાખ 36હજારથી વધુ દાન ની સરવાણી વહાવી અને અને શાળા ફોટો અને ડિજિટલ ઘડિયાળ ની ભેટ જેવી સોગાદ પણ આપી..
આ કાર્યક્રમ માં પરબત ભાઇ પટેલ સાહેબ સાથે, મામલતદાર દરજી સાહેબ,તાલુકા વિકાસ અધિકારી ચૌધરી સાહેબ,PI દેસાઈ (ચૌધરી) સાહેબ , ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉમેદજી ચૌહાણ સાહેબ,મહામંત્રી રાજગોર સાહેબ, સામાજિક અગ્રણી અને સરપંચશ્રી જેતશીભાઇ પટેલ સાહેબ અન્ય અધિકારી ગણ ,શિક્ષકો,ગામ લોકો અમે બાળકો સૌની હાજરીમાં ભવ્ય શાનદાર ઉજવણી થઈ..







