GUJARAT

સુનિતા કેજરીવાલ એ ડેડીયાપાડા ખાતે રોડ શો કર્યો.

સુનિતા કેજરીવાલ એ ડેડીયાપાડા ખાતે રોડ શો કર્યો.

તાહિર મેમણ : ડેડીયાપાડા – 02/04/2024- આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ધર્મ પત્ની સુનિતા કેજરીવાલજી આજે લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે ગુજરાત પધાર્યા છે. સુનિતા કેજરીવાલની સાથે સાથે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક પણ હાજર રહ્યા . અમદાવાદ એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર સુનીતા કેજરીવાલજીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને જબરદસ્તીથી જુઠા કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

સુનિતા કેજરીવાલજીએ બોટાદ અને ડેડીયાપાડા ખાતે રોડ શોમાં ભાગ લીધો હતો. અમદાવાદથી નીકળીને સુનિતા કેજરીવાલજી સૌપ્રથમ બોટાદ પહોંચ્યા હતા. બોટાદમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં સુનિતા કેજરીવાલજીએ હાજરી આપી હતી. આ રૉડ શોમાં સુનિતા

બોટાદથી નીકળીને સુનિતા કેજરીવાલજી ડેડીયાપાડા પહોંચ્યા હતા. ડેડીયાપાડામાં પણ એક ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લોકોનો જનસૈલાબ સુનિતા કેજરીવાલજીને આવકારવા હાજર હતો. આ રૉડ શોમાં સુનિતા કેજરીવાલજીની સાથે સાથે આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા, ચૈતરભાઈના ધર્મ પત્ની શકુંતલાબેન વસાવા અને વર્ષાબેન વસાવા, રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણભાઈ રામ સહિત અનેક પ્રદેશના પદાધિકારીઓ અને સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ શોમાં સ્થાનિક લોકોએ સુનિતા કેજરીવાલજીનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું. ડેડીયાપાડાના લોકોએ આમ આદમી પાર્ટીને અને ચૈતરભાઈ વસાવાને પુરુ સમર્થન આપીને વિજય બનાવવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button