GUJARATNANDODNARMADASAGBARA

અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા સેલંબા યંગ કમિટીનાં સહયોગથી સફળ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

ઉત્સાહિત યુવાનો દ્વારા કુલ ૧૫૧ યુનિટ બ્લડ એકત્રિત કરાયું

અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા સેલંબા યંગ કમિટીનાં સહયોગથી સફળ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

જરૂરિયાત મંદ દર્દીઓ ને તાત્કાલિક બ્લડ મળી શકે એ હેતુ થી અબાબીલ યુથ ફાઉન્ડેશન અવાર નવાર અલગ અલગ વિસ્તાર માં બ્લડ ડોનેશન નું આયોજન કરતા રહે છે..જેના વિશેષ ભાગ રૂપે તા.15 ફેબ્રુઆરી 2024 નાં રોજ સેલંબા મદ્રેસા કમ્પાઉન્ડ ખાતે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ હતું જેમાં આસપાસ નાં ગામ ના યુવાનો એ બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશન કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો પ્રોગ્રામ નાં અંતે કુલ 151 યુનિટ જમાં થયું જેમાં મહિલા પુરુષ બંને નું રક્ત દાન સામેલ હતું .

આગામી રમજાન માસ માં મુસ્લિમ યુવાનો નું રોજા ની હાલત માં બ્લડ ડોનટ કરવું મુશ્કેલ રૂપ હોઇ એક મહિના થી ઓછા સમય માં અબાબીલ યુથ ફાઉન્ડેશન દ્વારા 370 થી વધુ યુનિટ અલગ અલગ બ્લડ બેંક માં જમાં કરાવી બ્લડ બેન્કો માટે સહારા રૂપ બન્યા હતા..

 

કાર્યકમ નાં સમાપન બાદ ઇરફાન ભાઈ હાસમાની તથા મોલાના ઉસ્માન મકરાણી એ આવેલ આયુષ બ્લડ બેન્કનાં સ્ટાફ , બ્લડ ડોનરો તથા અબાબિલ યુથ ફાઉન્ડેશન નાં હોદ્દેદારો નો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button