<span;>વાત્સલયમ સમાચાર
<span;> મદન વૈષ્ણવ
<span;>ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા પંચાયતનાં પ્રમુખનાં પતિ દ્વારા એક મિટિંગમાં તલાટી કમ મંત્રી ઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી.તેમજ તેમને બંધી બનાવી દેવામાં આવ્યા હતા.જેના વિરોધમાં સુબીર તાલુકાનાં તલાટી કમ મંત્રી ઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.ગત 12 મી ડીસેમ્બરનાં રોજ સુબીર તાલુકા પંચાયત કચેરી સુબીર ખાતે નાયબ ડી.ડી.ઓ.ની અધ્યક્ષતામાં મીટીંગ પુર્ણ કરી સુબીર ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે મીટીંગમાં મળેલ જે સુચના મુજબ જે માહિતી માંગવામાં આવેલ હતી તે માહીતી તલાટી કમ મંત્રીનો દ્વારા તૈયાર કરવામાં આવી રહી હતી.અને બધા તલાટી કમ મંત્રીઓનાં મીટીંગ દરમિયાન મોબાઈલ સાયલંટ હતા.જે દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ તથા પ્રમુખનાં પતિ પોતાના આગેવાન સાથે સુબીર ગૃપ ગ્રામ પંચાયતનો મેઈન ગેટ બંધ કરીને તલાટી કમ મંત્રીઓ સાથે ગેરવર્તણુક કરી હતી.તેમને બંધી બનાવી અપશબ્દો બોલવામાં આવ્યા હતા.સાથે નોકરી પરથી બરખાસ્ત કરવાની તમામ તલાટી કમ મંત્રીને ધમકી આપવામાં આવી હતી.જેના કારણે તમામ તલાટી કમ મંત્રીઓને માનસિક હેરાનગતિ થયેલ છે.તેમજ તેમને જાનનું જોખમ જણાય છે.ત્યારે સમગ્ર મામલાને લઈને તમામ તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે.તેમજ તમામ તલાટી કમ મંત્રીઓ દ્વારા હડતાળ અંગેની જાણ તાલુકા વિકાસ અધિકારી તથા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓને કરી હતી.હવે,આ મામલાને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તલાટી કમ મંત્રીઓનાં પક્ષમાં નિર્ણય લેવામાં આવે છે કે પછી તાલુકા પંચાયતનાં પ્રમુખ સહિત લોકોનાં હિતમાં નિર્ણય લેવામાં આવશે તે તો આવનાર સમય જ બતાવશે
————
આ બાબતે તાલુકા પ્રમુખ રવીનાબેન ગાવીત સાથે વાતચીત…….
બોક્ષ-(1) રવીનાબેન ગાવીત પ્રમુખ સૂબિર તાલુકા પંચાયત.. આ બાબતે સૂબિર તાલુકા પંચાયતનાં પ્રમુખ રવીનાબેન ગાવીત જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે ગતરોજ સૂબિરનાં ગામડાઓમાંથી લોકો અનેક રજુઆત તથા કામો લઈને તલાટીકમ મંત્રીઓને મળવા માટે આવ્યા હતા.પરંતુ આમજનતાનાં પણ આ તલાટીકમ મંત્રીઓએ ફોન ઉપાડ્યા ન હતા.જેથી આમ જનતા પ્રમુખની ચેમ્બરમાં આવી હતી.જેને લઈને મારા દ્વારા તલાટીકમ મંત્રીઓને ફોન કરતા આ મહાશયોએ પ્રમુખનો ફોન પણ ઉપાડવાની તસ્દી લીધી ન હતી.આ તમામ તલાટીકમ મંત્રી સૂબિર ગ્રામ પંચાયતનાં મકાનમાં બારણુ બંધ કરી બેઠા હતા.જે બારણુ મે ખોલી નાખી તમામ તલાટીકમ મંત્રીઓને જણાવ્યુ હતુ કે તમો પ્રમુખનો ફોન ન ઉપાડતા હોય તો આમ જનતાની તો વાત શુ થાય તથા તમામ તલાટીકમ મંત્રીઓને જેના તેના ગ્રામ પંચાયતમાં હાજર રહી કામ કરવાની સૂચના આપી હતી.અમો દ્વારા કોઈને બંધી બનાવ્યા ન હતા.ગરીબ લોકોને વાચા આપવાની જગ્યાએ આ તમામ તલાટીકમ મંત્રીઓ પોતાની મનમાની કરતા હોય તે ચલાવી લેવાશે નહી. છેવાડેની ગરીબ પ્રજા કામોની આશા લઈને સૂબિર દોડી આવે છે.પરંતુ આ તલાટીકમ મંત્રીઓ ફોન બંધ કરી અથવા ન ઊંચકી કામગીરીમાં આડોડાય કરે છે.જે યોગ્ય નથી.અને તંત્રને ગેરમાર્ગે દોરી રહ્યા છે..









