AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની શાળાઓમાં વ્યવસાયલક્ષી કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને મેળવી રહ્યા છે આવક

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણના કોર્સ ચાલી રહ્યા છે. જેમાં ડાંગ જિલ્લાની શાળાઓમાં પણ વિવિધ વ્યવસાયલક્ષી શિક્ષણના કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે.

આ કોર્સનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે કોઈ પણ વ્યવસાયલક્ષી કોર્સ શીખવી, અભ્યાસ બાદ જરૂર પડ્યે તેઓ પોતાની આજીવિકા મેળવી શકે તે છે.

ડાંગ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં આવા વ્યવસાયલક્ષી કોર્સ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.  જેમાં જિલ્લાની કુલ ૧૯ શાળાઓમાં, વિદ્યાર્થીઓને ભણતરની સાથે આવક મેળવવા માટે કાબેલ બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

જે મુજબ એગ્રીકલ્ચર કોર્સમાં વિદ્યાર્થી અને ટ્રેનર દ્વારા શાળામાં જ મશરૂમ, સ્ટ્રોબેરી અને શાકભાજીની ખેતી નાના પાયે થઈ રહી છે. અહીં શાળા દ્વારા જ ખેતીનો ખર્ચ કરવામાં આવે છે, અને તેની આવક વિદ્યાર્થીઓ વચ્ચે વહેંચવામાં આવે છે.

આ જ પ્રકારે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને ઘર વપરાશની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ રીપેર કરતાં શીખવાડવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓ પોતાના ઘરની અને અન્ય કોઈ પણ નજીકનાં વ્યક્તિઓની વસ્તુઓ રિપેર કરી આજીવિકા મેળવી રહ્યા છે.

આ ઉપરાંત બ્યુટી પાર્લર, સીવણ અને ટુરિઝમ જેવા કોર્ષો પણ ચાલી રહ્યા છે. આ કોર્સ દ્વારા પણ વિદ્યાર્થીઓ આજીવિકા મેળવી રહ્યા છે. આ નવતર પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેસિયોમા ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે, અને આ પ્રયોગ તમામ રીતે સફળ થઈ રહ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button