
નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ શિક્ષકો કર્મચારીઓએ કાળા કપડાં પહેરી અનોખો વિરોધ નોંધાવ્યો
સરકાર દ્વારા ૨૦૨૨ માં ખત્રી અપાયેલ મુદ્દાઓ અંગે હજીય કોઈ ઠરાવ નહિ કરતા શિક્ષકો કર્મચારીઓએ ફરી દેખાવો શરૂ કર્યો
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને અનેક વાર આંદોલનો કર્યા છે તેઓની મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના શરૂ કરવી તેમજ ફિક્સ પગારને નાબૂદ કરવા સહિતની છે ગત વર્ષ 2022 ના 16 સપ્ટેમ્બર ના રોજ સરકારે શિક્ષકોના પ્રશ્નોનું સમાધાન નિરાકરણ લાવ્યા હતા પરંતુ અત્યાર સુધી આ બાબતે કોઈપણ ઠરાવ સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી જેથી પ્રાથમિક શિક્ષકો કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જેથી ફરીથી તેઓ આંદોલનનું હથિયાર ઉગામે તો નવાઈ નહીં

આજે નર્મદા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘ ના શિક્ષકો કર્મચારીઓ દ્વારા કાળા કપડા પહેરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો આ બાબતે નાદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુનિલભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તેમજ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં ૧૪, ૧૫ ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી તેમજ ૧૬ તારીખે કાળા કપડા પહેરીને ફરજ બજાવવાનું જાહેર કરવામાં આવ્યું હતું 16 સપ્ટેમ્બર 2022 ના રોજ સરકારના સમાધાન બાદ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હતું પરંતુ આજ સુધી જૂની પેન્શન યોજના બાબતે સરકાર દ્વારા ઠરાવ કરાયો નથી ઉપરાંત ફિક્સ પગાર બાબતે પણ કોઈ નિર્ણય લેવાયો નથી જો માંગણી નહીં સંતોષાય તો અગામી સમયમાં વધુ આંદોલનો જલદ બબનાવામાં આવશે ઉપરાંત અગામી ૨૩ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે ધરણાં નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે તેમજ કેન્દ્રીય મંડળ દ્વારા દિલ્હી ખાતે પણ દેખાવો કરાશે

એક તરફ લોકસભા ચૂંટણીઓ નજીક છે ત્યારે સરકાર પાસે પોતાની માંગો સ્વીકારવા કર્મચારી મંડળોએ પણ ધરણાં તેમજ દેખાવો શરૂ કરતાં સરકારની ચિંતામાં વધારો થઈ શકે છે









