દાંતા ખાતે રાવણ ટેકરી પાસે વરલી મટકાનો વેપાર ચાલુ થયો, પાલનપુર ના માથાભારે વ્યક્તિએ ચાલુ કર્યો

રિપોર્ટર કલ્પેશ ઠાકોર દાંતા
શકિતપીઠ અંબાજી થી 20 કીલોમીટર દૂર દાંતા ગામ આવેલુ છે.આ દાંતા તાલુકામાં નાના મોટા 182 જેટલા ગામો આવેલા છે ત્યારે આ દાંતા તાલુકાની ગણના ગુજરાતના સૌથી પછાત તાલુકા તરીકે પહેલેથી થાય છે ત્યારે દાંતા ગામ મા છેલ્લા કેટલાય દિવસોથી એક માથાભારે વ્યક્તિએ વરલી મટકાનો વેપાર ચાલુ કર્યો છે.પાલનપુર ના કોઈ માથાભારે વ્યક્તિએ પોલીસ ના ડર વિના દાંતા ખાતે આવો વેપાર ચાલુ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાંતા ખાતે આવેલા પીએસઆઇ કોટવાલ સાહેબની સુંદર કામગીરી રહી છે.પરંતુ હાલમા દાંતા ખાતે પાલનપુર થી આવેલા માથાભારે વ્યક્તિએ પોલીસનો ડર રાખ્યા વિના વરલી મટકાનો વેપાર શરૂ કરેલ છે.દાંતા પોલીસ દ્વારા તાત્કાલીક ધોરણે આ માથાભારે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
— ક્યારેક રીક્ષામા પણ લખાય છે વરલી મટકા —
દાંતા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે તત્વો દ્વારા બે નંબરના ધંધા શરૂ કરાયા છે. હાલમા દાંતા રાવણ ટેકરી પાસે ક્યારેક રીક્ષા મા કોઈ ફોલ્ડરિયા દ્વારા આંકડા લખી વરલી મટકાનો વેપાર શરૂ કરાયો છે. વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે








