

વાત્સલ્યમ્ સમાચાર-ફતેપુરા
જુનેદ પટેલ
.૧૯/૦૮/૨૦૨૩ નાં રોજ આર્ટ્સ કોલેજ ફતેપુરા નાં યજમાનપદે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે શ્રી એસ. આર. ભાભોર આર્ટ્સ કોલેજ સિંગવડ નાં શા. શિ. નાં અધ્યાપકશ્રી ડૉ. મહાવીરસિંહ ડાભી સાહેબ જે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અધ્યાપક મંડળ નાં પ્રમુખશ્રી હતાં. આરબીટર તરીકે પી.બી. સાયન્સ કોલેજનાં શા. શિ. નાં અધ્યાપકશ્રી ડૉ. જગજીતસિંહ ચૌહાણે સેવા આપી હતી. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી નાં શા. શિ. અને સ્પોર્ટ્સ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. 25 જેટલી કોલેજોનાં અધ્યાપકશ્રીઓ અને ખેલાડી ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લીધો હતો. આર્ટ્સ કોલેજ ફતેપુરા નાં કાર્યકારી આચાર્ય શ્રી ડૉ. ચરપોટ સાહેબ અને સમગ્ર સ્ટાફઅને NSS નાં સ્વયંસેવકો એ હાજર રહી સ્પર્ધા સફળ બનાવી હતી. વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને સર્ટીફીકેટ આપીને સન્માનિત કર્યા હતાં અને અભિનંદન પાઠવ્યા હતાં.ચેસ સ્પર્ધાનાં કો-ઓર્ડીનેટર ડૉ. યોગેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ હતાં. શા. શિ. અને રમતગમતના વિકાસ માટે આર્ટ્સ કોલેજ ફતેપુરા શા.શિ. વિભાગ અને નવજીવન સાયન્સ કોલેજ દાહોદ બન્નેએ MOU કર્યા હતાં.









