પાટડીના ઉપરિયાળા ગામ પાસે છ શખ્સો ધારીયા અને લાકડી લઈ તુટી પડયા ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા.

તા.01/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઉપરીયાળા જોરાવરપુરા ગામ પાસે યુવાન પર છ શખશોનો સામાન્ય બાબતે ધારીયા અને લાકડી વડે યુવક પર હુમલો કર્યો હતો જેમાં યુવાનને હાથે, પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વિરમગામ શિવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો આ બનાવ અંગે છ શખશો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે વિરમગામ તાલુકાના મોટા ગોરૈયા ગામના બળદેવભાઈ ગણેશભાઈ ગરીયા જોરાવરપુરા ગામના સરપંચ પ્રહલાદભાઈ ભલાભાઈ સાથે મોટરસાયકલ પર પાટડી જઈને પરત પ્રહલાદભાઈને જોરાવરપુરા ગામે ઉતારીને જોરાવરપુરા ગામથી ઉપરીયાળા આવી રહ્યાં હતા ત્યારે રાત્રીના સમયે ઉપરીયાળા ગામના છ શખ્સોએ આ યુવાન પર ધારીયા, લોખંડની પાઇપ અને લાકડીઓ વડે હાથે, પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડવાની સાથે એનું મોટર સાયકલ તોડી નાખ્યું હતું બાદમાં આ યુવાનને હાથે, પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વિરમગામ શિવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો આ બનાવ અંગે ઉપરીયાળા ગામના પીન્ટુભાઇ કાળુભાઇ ભરવાડ, વિજયભાઈ જીવણભાઈ ભરવાડ, કાળુભાઇ સેંધાભાઈ ભરવાડ, કૂકાભાઇ સેંધાભાઈ ભરવાડ, સોમાભાઈ રમુભાઇ ભરવાડ અને ટપુભાઈ થોભણભાઈ ભરવાડ મળીને કુલ છ શખશો સામે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના આર.જે.રાઠોડ ચલાવી રહ્યાં છે.