જામનગર શાળા નં-૧૮ની વિદ્યાર્થિનિઓએ મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપ અને કોમન પ્રવેશ પરીક્ષામાં રાજ્ય મેરીટમાં સ્થાન

ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ, રક્ષાશક્તિ મેરીટ સ્કોલરશીપ માટે ધો. ૫ અને ૬ ના વિધાર્થીઓ માટે રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા કોમન પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. જેમા શાળા નં-૧૮ જામનગની વિદ્યાર્થિનિઓ દેવાંશી ડી. પાગડા જામનગર શહેરમાં પ્રથમ ક્રમાંક આવેલ હતી અને રાજય ગુણાંકનમાં ૧૪ મું સ્થાન મેળવ્યુ હતું અને ક્રીશાબા ચાવડા પણ રાજ્ય મેરીટમાં આવી હતી. ધો.૮ પાસ માટે લેવાયેલ મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપ પરીક્ષામાં કડવી મોહન નકુમ અને દેવાંશી સંજય મકવાણાનો રાજ્યના કટ ઓફ મેરિટમાં સમાવેશ થયેલ છે. ગુજરાત સરકાર દ્વારા ધો. ૮ પાસ વિદ્યાર્થીઓની મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓને ધોરણ – ૯ થી ૧૨ સુધીના અભ્યાસ દરમિયાન દર વર્ષે ₹૨૫૦૦૦ સ્કોલરશીપ આપવામાં આવશે. વર્ગશિક્ષક સંદિપભાઇ રાઠોડ,મોતિબેન કારેથા, રંજનબેન નકુમ અને કેશવીબેન કંડોરિયાના હસ્તે રાજ્ય મેરીટમાં આવેલ વિદ્યાર્થિનિઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી. શાળા પરીવારે અને મુખ્ય શિક્ષક દિપક પાગડાએ વિદ્યાર્થિનિઓની સિદ્ધી બદલ અભિનંદન પાઠવ્યા હતાં.