GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

શ્રી બાલા હનુમાન રામધુન મંડળ પ્રેમ પરીવાર દ્વારા યોજાયો સેવા કેમ્પ.

વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટર પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર.

જામનગર ના શ્રી બાલા હનુમાન રામધુન મંડળ પ્રેમ પરીવાર જામનગર દ્વારા જામનગર ની બાજુમાં આવેલા નાઘેડી ગામે દ્વારકા હાઇવે પર તારીખ ૧૭/૩/૨૦૨૪ થી તારીખ ૨૦/૩/૨૦૨૪ સુધી ૪ દિવસ સેવા કેમ્પ યોજાયો. રામધુન મંડળ ના વિવેકભાઈ પાઢીયા, જીતુભાઇ સંચાણીયા તથા રામધુન મંડળ ના સર્વે સભ્યો દ્વારા આ કેમ્પ માં ચા પાણી નાસ્તો મહા પ્રસાદ બપોરે રાત્રે તેમજ આરોગ્ય કેમ્પ પણ ડોક્ટર ની ટીમ સાથે રાખેલ છે દિવસ અને રાત દરમિયાન પદયાત્રીઓ માટે આરામ કરવા માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવનાર મંડળ ના સર્વે સભ્યો તન મન ધન અને ઉમંગ સાથે ગુજરાત કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર માં થી હજારો પદયાત્રીઓ દેવભૂમિ દ્વારકામાં બિરાજમાન રાજાધિરાજ શ્રીદ્વારકાધીશના દર્શન કરવા એમની સાથે રંગે રમવા ફુલડોલ ઉત્સવ ઉજવણી કરવા જતા યાત્રીઓની જે સેવા થાય તે સેવા ભાવ પુર્ણ કરીને પુણ્ય નું ભાથુ બાંધીને આ સેવા કેમ્પ નો વધારે વધારે પદયાત્રીઓ ને લાભ લેવા અનુરોધ કરે છે.૨૦૨૨ માં આ સેવા કેમ્પ શરૂ કરેલ જે આ વર્ષે ૨૦૨૪ એ ત્રીજા વર્ષે અનેક સેવાભાવી પરિવાર જોડાયા હતા.

ભારત ના ચાર ધામ માં નું એક ધામ એટલે દ્વારકાપુરી ધામ, સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભગવાન શ્રી દ્વારકાધીશ જી ના મંદિર ખાતે આ વર્ષે 2 લાખ થી પણ વધારે પદયાત્રીઓ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે અને ફુલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.વિશેષ માં આ ઉત્સવ દરમિયાન દેવભુમી દ્વારકા ની પોલીસ વિભાગ ની કામગીરી પ્રશંસનીય રહી છે.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button