શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ અને ઉ.મા.શાળા અને શેઠશ્રી આર.ટી.શાહ બાલમંદિર અને પ્રાથમિક શાળા, માલણમાં રંગોત્સવ કાર્યક્રમ ઉજવાયો

23 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ અને ઉ.મા. શાળા, માલણના પટાંગણમાં તા.16 ફેબ્રુઆરી 24ના રોજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાના હેતુથી રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં માલણ કેળવણી મંડળના મંત્રીશ્રી નરસિંહભાઈ ભટોળ બ.કાં.જી.આચાર્ય સંઘના પ્રમુખ નાનજીભાઈ ખરસાણ, વિવિધ પ્રતિષ્ઠિત હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાઓના આચાર્ય મિત્રો, માલણ ગામના સરપંચ તથા આજુબાજુના ગામોના આગોવાનો, ગ્રામજનો, વાલીઓ ભાઈઓ તથા બહેનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. આ રંગોત્સવમાં બાલમંદિરથી માંડીને ધોરણ 12 સુધીના 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ગરબા રાસ, ડ્રામા, રિમિક્સ ડાન્સ, જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તમામ પ્રતિસ્પર્ધી ઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. શાળાના ટ્રસ્ટીઓએ શાળાના તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી જે.ડી.રાવલે આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જે.ડી.રાવલ અને શ્રીમતી પી.એસ.ઠાકરે કર્યું હતું. શાળાના આચાર્યશ્રીએ તમામ શિક્ષકો અને ભાગ લેનાર બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો.