NATIONAL

મણિપુરમાં હિંસા બાદ આઠ જિલ્લામાં કર્ફ્યૂ, ઈન્ટરનેટ સેવા બંધ

ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા ગઈકાલે મેઇતેઇ સમુદાયને ST કેટેગરીમાં સામેલ કરવાની માંગનો વિરોધ કરવા માટે એક કૂચ બોલાવવામાં આવી હતી. આ માર્ચ દરમિયાન ચુરાચંદપુરમાં હિંસા ફાટી નીકળી હતી. ભારતીય મહિલા બોક્સર મેરી કોમે ટ્વિટ કરીને મદદ માંગી હતી.

મણિપુરમાં ગઈકાલે મેઇતેઈ સમુદાને અનુસૂચિત જનજાતિ શ્રેણીમાં સામેલ કરવાની માંગનો  વિદ્યાર્થીઓના સંગઠને વિરોધ કર્યો હતો. આ આદિવાસી આંદોલન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા બાદ આઠ જિલ્લાઓમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો અને સમગ્ર મણિપુરમાં આગામી પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. આ હિંસા પર ભારતીય મહિલા બોક્સર મેરી કોમે ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી હતી. મેરી કોમે મોડી રાત્રે ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે મારું રાજ્ય મણિપુર સળગી રહ્યું છે. કૃપા કરીને મદદ કરો. આ ટ્વીટમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વડાપ્રધાન કાર્યાલય, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને ટેગ કરીને મણિપુર ફાટી નીકળેલી હિંસાના ફોટો શેર કર્યા હતા.

મણિપુરમાં સેના અને સશસ્ત્ર દળોની મદદથી હિંસા પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે રાત્રે સેના અને સશસ્ત્ર દળોની મદદ લેવામાં આવી હતી. રાજ્ય પોલીસની સાથે સેનાએ સ્થિતિને કાબૂમાં લેવા માટે મોડી રાત્રે જાહેમત ઉઠાવી હતી અને સવાર સુધીમાં હિંસા પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. લગભગ 4 હાજરથી વધુ ગ્રામજનોને સેના, સશસ્ત્ર દળો અને રાજ્ય સરકારના પરિસરમાં અલગ-અલગ જિલ્લાઓમાં આશ્રય આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિરોધને નિયંત્રણમાં રાખવા માટે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે.

[wptube id="1252022"]
Back to top button