રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ, દ્વારા રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી ના હત્યારાઓને કડક સજા થાય તે બાબતે દેશના વડાપ્રધાનને સંબોધી છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
પ મી ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવ સિંહ ઘોઘામેડી જી ની ગોળી મારી રાજસ્થાન માં હત્યા કરવામાં આવી છે તેને અમો ક્ષત્રિય સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.
ભારત દેશ ના ઈતિહાસ માં ક્ષત્રિય સમાજ ના રજવાડા અને ક્ષત્રિય શાસકો સૈનિકો દ્વારા હિન્દુ પ્રજા નાં રક્ષા અર્થે બલિદાનો આપી ૧૦૦૦ વર્ષ ઉપરાંત રાજ કર્યું અને દેશ ને વિધર્મી ઓ નાં હાથ માં થી બચાવ્યો ત્યારે અત્યારે આપને હિન્દુ રાષ્ટ્ર તરીકે ગર્વ થી વિશ્વ માં રાજ કરીએ છીએ. અને અતયારે પણ ક્ષત્રિય સમાજ દ્વારા દેશભર માં ક્ષત્રિય પ્રજા, ધારાસભ્યો, સાંસદો અને શ્રી કરની સેના તથા અન્ય ક્ષત્રિય સમાજ ના સંગઠન પ્રજાના હિતમાં સામાજિક, ધાર્મિક કાર્યો કરી હિન્દુ ધર્મ નું રક્ષણ કરી રહ્યા છે.
યુવા ક્ષત્રિય સમાજ ઉગ્ર રોષ વ્યકત કરવામાં આવી રહ્યો છે ત્યારે રજૂઆત કે આ હત્યા કરનાર હત્યારા અને હત્યા માથે લેનાર હત્યારી ગેંગ ને જડમુળ માં થી ઉખેડી કાઢી હત્યારા ઓ ને તાત્કાલિક ધોરણે શોધી કાઢી તેમને Platform રીતે યોગ્ય સજા આપી એવો દાખલો બેસાડો કે આ ભારત માં કોઈ પણ સંગઠન દ્વારા આવા કૃત્ય ફરી ના કરે. તેવી ક્ષત્રિય સમાજ તરફથી રજૂઆત આવેદનપત્ર. આવેદન પત્ર દ્વારા કરવામાં આવી.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









