DAHODGUJARAT

દાહોદ  એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ ઇમરજન્સી સાથે કાર્યરત મહિલા કર્મચારીઓ માટે સ્વરક્ષણ તાલીમ

તા.૧૪.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ  એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ ઇમરજન્સી સાથે કાર્યરત મહિલા કર્મચારીઓ માટે સ્વરક્ષણ તાલીમ

ઇ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ ઇમરજન્સી સર્વિસ સાથે કાર્યરત મહિલા કર્મચારીઓ માટે સ્વરક્ષણ તાલીમનું આયોજન પોલીસ તાલીમ ભવન દાહોદ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં 108 ઈમરજન્સી સર્વિસ. અભયમ 181 મહિલા હેલ્પલાઇન દાહોદ, ગોધરા ,લીમખેડા ટીમ ખીલખીલાટ, કરુણા અભિયાન પ્રોજેક્ટ, મિલન પટેલ પ્રોગ્રામ મેનેજર મનોજ વિશ્વકર્મા ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ ના માર્ગદર્શન હેઠળ તાલીમનો સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું

શી ટીમ દાહોદ દ્વારા સ્વરક્ષણ મહિલા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી જેમાં મહિલાઓની થતી જાતીય સતામણી બાબતે માર્ગદર્શન આપ્યું હતું તેમજ એકલતામાં કટોકટીના સમયે મહિલાઓ પોતાનું રક્ષણ પોતે કરી શકે તેવી પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. કાર્યસ્થળ એ મહિલા કર્મચારીઓને જાતીય સતનામણી અને આવા કિસ્સામાં ઓર્ગેનાઇઝેશન ની આંતરિક ફરિયાદ સમિતિની કાર્યવાહી દીકરીઓ પોતાના જીવનમાં પગભર થઈ શકે તે માટેનું મોટીવેશન અને જાતિગત ભેદભાવ વિશેની સચોટ માહિતી કટોકટી સમયે શી ટીમ 181 અભયમ અને 100 નંબરની મદદ લેવી તેની મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ મિત્તલ પટેલ મેડમ દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવેલ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button