નર્મદા : પ્રથમવાર દાવાના કામે ખોટી જુબાની આપવા બદલ કોર્ટ તરફથી ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરાયો
– મણીલાલ રેવલાભાઈ વસાવાનાઓ વિરુદ્ધ કોર્ટ સમક્ષ સોંગધ ઉપર ખોટી જુબાની આપવા બદલ ફોજદારી કાર્યવાહી કરવાનો હુકમ કરી પોલીસ ફરિયાદ કરાશે
જુનેદ ખત્રી : રાજપીપળા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધોળીવાવ ગામની સીમમાં જમીન ધરાવતા વસાવા સવૈયાલાલ સોમાભાઈ પક્ષ ના કથન મુજબ આ કેસ ની હકીકત એવી છે કે ધોળીવાવ ગામમાં
તેમની દાવાવાળી જમીન આવેલી છે. જેનો ખાતા ન.૦૮, સર્વ ન.૬૦, હેક્ટર આરે ૦-૮૩-૦૦ આકાર રૂ. ૮.૩૫ પૈસા છે.આ જમીન ની કબજા ભોગવટા ની તેમની માલિકી ની આવેલી છે જેમાં માણસો મારફતે વર્ષે વર્ષ વાવેતર કરી ઉત્પન્ન લેતા આવેલા છે.આ જમીન તેમને વારસાઈ હક્કે મળેલી છે.ત્યારે હાલ પ્રતિવાદી મણીલાલ રેવલાભાઈ વસાવા ને દાવાવાળી જમીન સાથે કોઈ લેવા દેવા નથી કે તેઓ તેમના કુટુંબી કે કોઈ જાત ના સગા થતાં નથી કે કોઈ પણ જાત નો સબંધ નથી માત્ર તેમના ગામના છે
આ દાવો સિવિલ જડ્જ એસ. આર.ગર્ગ સાહેબ ની કોર્ટમાં ચાલી જતાં વસાવા સવૈયાલાલ સોમાભાઈ નાં
વિ.વ.જીતેન્દ્રસિંહ જે ગોહિલ દ્વારા મણીલાલ રેવલાભાઈ વસાવા ની ઊલટ તપાસ કરવામાં આવી ત્યારે તેઓ જણાવે છે કે, મને આંખે ઓછું દેખાતું હોવાથી વાંચી શકતો નથી.તેઓ આંક-૦૮ ઉપર પોતાની સહી ઓળખી બતાવે છે. પરંતુ તેઓ જણાવે છે કે, તેઓને આંક-૦૮ વાળી વિગતો દેખાતી નથી જયારે આંક-૮૮ વાળું દેખાય છે. આથી આ સાહેદ દ્વારા આપવામાં આવેલ જવાબ થી સ્પષ્ટ થાય છે કે તેઓ જાણતા હોવા છતાં કે તેઓ એ નામદાર કોર્ટ સમક્ષ સોંગધ ઉપર ખોટી જુબાની આપેલી છે તેમ છતાં તેમાંથી બચવા માટે નો પ્રયત્ન કરેલ છે.આ તમામ હકીકત અત્રે ના ન્યાયાલય ના રેકોર્ડ ઉપર છે જે સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે આ સાહેદ બે વખત કોર્ટ સમક્ષ સોંગધનામું કરેલ છે અને બંને સોંગધનામા માં જુદી-જુદી હકીકત જણાવેલી છે.જેથી આવી પ્રક્રિયાઓ ને હાલ માં જ રોકવું હિતાવત છે. જેથી આ સાહેદ એ અત્રે ના ન્યાયાલય સમક્ષ આવી સોંગધ ઉપર ખોટી હકીકત લેખીતમાં જણાવેલી હોય અને તેમ છતાં તેઓ ને કોઈ અફસોસ રહેલ ન હોય તેઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવી અત્રે ના ન્યાયાલય ને યોગ્ય જણાઈ આવે છે.અત્રે ના ન્યાયાલય ના રજિસ્ટ્રાર ને એવો હુકમ કરવામાં આવે છે કે તેઓ એ હાલ આ સાહેદ નામે મણીલાલ રેવલાભાઈ વસાવાનાઓ વિરુદ્ધ કોર્ટ સમક્ષ સોંગધ ઉપર ખોટી જુબાની આપવા બદલ ભારતીય દંડ સંહિતા ની કલમ- ૧૯૩ ( ૧૯૧ સહ વંચાણે લઈ) તે મુજબ ની ફોજદારી કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવે છે. જેના આધારે પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે.









