
ટંકારા ના સજનપર પ્રા.શાળાના વિધાર્થીઓએ સજનપર ગામની શૈક્ષણિક મુલાકાત લઈ માહિતી મેળવી
ટંકારા તાલુકાના સજનપર ગામની સજનપર પ્રા. શાળાના ધો.5 થી 8ના બાળકોએ અભ્યાસના ભાગરૂપે ગામમાં જ આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફીસ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લીધી હતી. જેમાં શાળાના બાળકોને ગ્રામ પંચાયતે ગામના સરપંચ રીનાબેન જાવ તેમજ તલાટી મંત્રી રમેશભાઇ મકવાણાએ ગ્રામ પંચાયતના વિવિધ કાર્યોની માહિતી આપી હતી તેમજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ મંડળીના ચેરમેન કેશુભાઈ રૈયાણીએ મંડળીના કાર્યો વિશે માહિતી આપી હતી.
તેમજ ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટના કર્મચારી અમિતભાઇએ પોસ્ટ ઓફિસના વિવિધ કાર્યોની સમજૂતી આપી હતી. તેમજ ગામના આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કર્મચારી ડોક્ટર અને સહાયકએ બાળકોને વિવિધ પ્રાથમિક સારવાર વિશે જણાવ્યું હતું. બધા જ બાળકોએ ખૂબ ઉત્સાહ પૂર્વક દરેક સ્થળની રૂબરૂ મુલાકાત કરી અને જ્ઞાનસભર માહિતી મેળવી ખૂબ જ ઉત્સાહિત થયા હતા. આ તકે શાળાના શિક્ષકો કેતનભાઈ, ડિમ્પલબેન, માયાબેન અને ભારતીબેનએ પણ બાળકોને દરેક સંસ્થાની વિગતવાર માહિતી આપી હતી. આ વિશેષ આયોજનમાં બધાના સહકાર બદલ દરેક સંસ્થાના વડાનો આચાર્ય અલ્પેશભાઇ પુજારાએ આભાર વ્યક્ત કરેલ છે.