
આસીફ શેખ લુણાવાડા
ડેભારી ગામે મહિલાઓ દ્રારા સાતમના પર્વની ઉજવણી કરાઈ.
રાજ્યભરમાં સાતમ-આઠમ પર્વને લઈને ઉત્સાહનો માહોલ છવાયેલો છે ત્યારે વિરપુર તાલુકામાં આવેલાં ડેભારી ગામે આવેલ વલ્લીચોક ખાતે મહિલાઓ દ્રારા શિતળામાતાની પુજા અર્ચના કરી હતી વલ્લીચોક ખાતે માટીના શીતળા માતાજી બનાવી તેની સ્થાપના કરી દૂધ ધાણી શ્રીફળ જેવી પૂજાની સામગ્રીથી માતાજીની મૂર્તિની પુજા કરી હતી વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા બેહેનો પૂજન અર્ચન કરવા વલ્લી ચોક ખાતે પહોંચ્યી હતી અને બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, આજના દિવસે છઠ્ઠના રોજ બનાવેલું ઠંડુ ભોજન આરોગીને શિતળા સાતમની ઉજવણી કરાય છે..
[wptube id="1252022"]