GUJARATSINOR

શિનોર ખાતે ખ્વાજા મકબૂલ શફી બાવાની દરગાહ પર સંદલ તેમજ ઉર્સ ની ઉજવણી કરાઇ

વડોદરા જિલ્લાના શિનોર ગામ ખાતે સુપ્રસિદ્ધ સૂફી સંત હજરત ખ્વાજા મકબૂલ શફી બાવાની દરગાહ આવેલ છે જ્યાં સમગ્ર ગુજરાત ભરમાંથી તેમજ અન્ય રાજ્યો માં તેમજ વિદેશમાં વસતા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો અતૂટ આસ્થા ધરાવે છે.
શિનોર ખ્વાજા મકબૂલ શફી બાવાની દરગાહ પર દેડિયાપડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહેતા દરગાહ કમિટી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
તારીખ 25 નાં રોજ શંદલ તેમજ 26 નાં રોજ ઉર્ષ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.અને ધન્યતા અનુભવી હતી.
દરગાહ ખાતે તારીખ 26 ની રાત્રે કવ્વાલી નો શાનદાર પ્રોગ્રામ યોજાયો હતો.જેમાં યુપી નાં મશહૂર કવાલ રઈશ અનીશ સાબરી અને સઈમ નીયાઝી નો કવ્વાલી નો શાનદાર પ્રોગ્રામ યોજાયો હતો.

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button