GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા બસ સ્ટેન્ડની બોલતી દીવાલો; લોકો માટે સ્વચ્છતા સંદેશ

ટંકારા બસ સ્ટેન્ડની બોલતી દીવાલો; લોકો માટે સ્વચ્છતા સંદેશ

‘સફાઈ એક સંસ્કાર છે જે આપણને સુંદર બનાવે છે’

‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં કરાયેલા વિવિધ આયોજનો અન્વયે આજે ટંકારાના બસ સ્ટેન્ડની દીવાલો પર લોકોને સ્વચ્છતાનો સંદેશ આપતા ભીંત સૂત્રો લખવામાં આવ્યા હતા.

‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત ટંકારા બસ સ્ટેન્ડની દીવાલો પર સ્વચ્છત્તાને લગતા: મારું બસ સ્ટેન્ડ સ્વચ્છ બસ સ્ટેન્ડ, સ્વચ્છતા જાળવો, સ્વચ્છતાને વેલકમ અને ગંદકીને બાય બાય, સફાઈ એક સંસ્કાર છે જે આપણને સુંદર બનાવે છે વગેરે જેવા ભીંત સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ભીંત સૂત્રો લોકોને સ્વચ્છતા માટે લોકોને પ્રેરિત કરે છે.

આ આયોજન મોરબી ડેપો મેનેજરશ્રી તેમજ બસ ડેપોના કર્મચારીઓ દ્વારા સફળ બનાવવા આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button