

શિનોર તાલુકાના સાધલી ગામે ,સરકારી દવાખાના સામે એક વીજ થાંભલો તૂટી ગયો હતો.એ થાંભલાની બાજુમાં વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા બીજો થાંભલો ઊભો કર્યો હતો.જ્યારે તૂટી ગયેલો થાંભલો એવીજ હાલતમાં રાખી મૂક્યો હતો. ગુરુવાર ની સાંજે,તૂટેલી હાલતમાં ઉભો રાખી મુકાયેલો,આ થાંભલો અચાનક તૂટી પડતાં , થાંભલા નજીક મુકેલ લારી ને નુકશાન પહોંચ્યું હતુ.પરંતુ સદનસીબે લારી ધારકે ગુરૂવારે લારી બંધ રાખી હતી તેમજ મુખ્ય માર્ગ હોવા છતાં થાંભલા નીચે કોઈ હાજર ન હોવાથી કોઈ જાન હાની થવા પામી નહોતી..
નવો ઊભો કરેલો થાંભલો પણ નમી ગયેલો હોય કોઈ અનિચ્છનિય ઘટના બને અને જાન હાની થાય તો જવાબદારી કોણ..?? સાધલી ગામે ઘટેલી આ ઘટના ના પગલે જાહેર સુરક્ષા સામે MGVCL અધિકારીઓ અને કર્મચારીઓની ની જોવા મળતી સરેઆમ બેદરકારી વિરુદ્ધ લોકો માં રોષ જોવા મળ્યો છે..
MGVCL કર્મચારીઓ ની આવી ગંભીર બેદરકારી નાં કારણે આગાઉ પણ સાધલી ની ગાંધીનગર સોસાયટી માં તેમજ અન્ય સોસાયટીમાં વીજ ઉપકરણો ફૂકાઇ જવાના બનાવો બન્યા છે.
ફૈઝ ખત્રી..શિનોર









