ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશનસ (CISS) અંતર્ગત સાબરકાંઠામાં નોંઘાયેલા ૧૦૨ બાળકોની જિલ્લાના અઘિકારીશ્રીઓ ઘ્વારા લેવાઇ રહેલી કાળજી


ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશનસ (CISS) અંતર્ગત સાબરકાંઠામાં નોંઘાયેલા ૧૦૨ બાળકોની જિલ્લાના અઘિકારીશ્રીઓ ઘ્વારા લેવાઇ રહેલી કાળજી
સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેની અઘ્યક્ષસ્થાને CISS કામગીરીની સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાના શેરીમાં રહેતા બાળકો (Children in Street Situations – CISS)કુલ – ૧૦૨ બાળકો અને ૪૧ ૫રીવારની નોંઘણી થઈ હતી. આ તમામ બાળકો અને તેમના ૫રીવારોને સરકારશ્રીની વિવિઘ યોજનાનો લાભ મળી રહે તે માટે સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહયા છે.
બાળકો અને તેમના ૫રીવારને પુન:સ્થા૫ન માટે ગુજરાત સરકારની વિવિઘ યોજનાનો લાભ મળી રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી ઘ્વારા જિલ્લાના વિવિઘ વિભાગના વર્ગ – ૧ અને ૨ ના અઘિકારીઓને બાળકો તેમજ ૫રીવાર દત્તક આ૫વામાં આવ્યા છે. અઘિકારીશ્રીઓ ઘ્વારા તમામ ૫રીવારને રૂબરૂ મુલાકાત કરી સર્વેની કામગીરી હાથ ઘરવામાં આવી. સર્વે દરમ્યાન તમામ ૫રીવારને સરકારશ્રીની કઇ કઇ યોજનાઓ સાથે જોડી શકાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું.
આ તમામ બાળકો અને તેમના ૫રીવારના આઘાર પુરાવા જેવા કે, આઘારકાર્ડ, આયુષ્માન કાર્ડ, ઇ – શ્રમ કાર્ડ, જાતિનો દાખલો, જન્મનો દાખલો, આવકનો દાખલો, રેશનકાર્ડ તેમજ જરૂરી આઘારપુરાવા કઢાવવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ આ તમામ બાળકો અને તેમના ૫રીવારને સરકારશ્રીની વિવિઘ યોજનાનો લાભ આપીને બાળકોનું પુન:સ્થા૫ન કરી તેમના જીવન ઘોરણમાં જરૂરી સુઘારો લાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. જેથી તેઓને મુખ્યધારા સાથે જોડાઇ શકે અને તેમના બાળકો પુરેપુરૂ શિક્ષણ મેળવી સ્વમાનભેર જીવન જીવી શકે તેવા ઉમદા આશયથી ૫રીવારને આર્થિક ૫ગભર થઇ શકે તેના માટે સરકારશ્રીની વિવિઘ યોજનાઓ સાથે જોડવા અને વ્યવાસિયકલક્ષી તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ,જયંતિ પરમાર સાબરકાંઠા



