HALOLPANCHMAHAL

હાલોલ પાવાગઢ રોડ પર ખૂલ્લી વીજડીપીના કારણે કરંટ લાગવાથી બે અબોલ પશૂઓના કરૂણ મોત

તા.૨૫.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલના પાવાગઢ રોડ ઉપર એક હોટલ નજીક આવેલી લાઈટ ની ડીપી પાસેથી પસાર થતી એક ગાયને વીજ કરંટ લાગતા ગાયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.આ બનાવ અંગેની જાણ વીજ કંપનીને કરતા વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે ઉપર પહોંચે તે પહેલા તે જ જગ્યા ઉપર બીજી એક ગાય આવી પહોંચી હતી. તે પડેલી ગાય પાસે જતા તે ગાયને પણ કરન્ટ લાગતા તેનું પણ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.બનાવને લઈ ઘટના સ્થળે લોક ટોળા જામ્યા હતા.અને વીજ કંપની ની બેદરકારી ને કારણે તેઓ ઉપર ફિટકાર વર્ષાવી રહ્યા હતા.ગઈકાલથી હાલોલ સહિત તાલુકામાં વરસાદના શ્રી ગણેશ થતાં પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે.અને ભેજનું વાતાવરણ બની ગયું છે આજે રવિવારની વહેલી સવાર થીજ વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન આજે સવારે પાવાગઢ રોડ ઉપર આવેલ એક હોટલ પાસે વીજ કંપનીની લાઈટની ડીપી આવેલી છે.એક ગાય તેનો ખોરાક શોધતી આ ડીપી પાસેથી પસાર થતા ડીપીમાંથી ઉતરતો વીજ કરંટ આ ગાયને લાગી જતા ગાય કશું કરે તે પહેલા જ ગાયનું ઘટના સ્થળે વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હતુ. આ બનાવને જોઈ રાહદારીઓ તેમજ આજુબાજુ ના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગેની જાણ વીજ કંપનીને કરી હતી પરંતુ વીજ કંપનીના કર્મચારીઓ બનાવ સ્થળે આવે તે પહેલા જ આ ગાયની સાથે ફરતી બીજી ગાય તે ગાયની પાસે દોડી આવી જતા તે ગાયને પણ વીજ કરંટ લાગતા તેનું પણ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.ઘટના સ્થળે વીજ કંપનીના કર્મચારીઓ દોડી આવ્યા ત્યારે પણ વિજ પ્રવાહ ચાલુ હતો તે બંધ કરી દેવામા આવ્યો હતો.વીજ કંપની ની બેદરકારીને લઈ બે ગાયના વીજ કરંટ લાગવાથી મોત નીપજયા હતા.જેને લઇ લોકોએ વીજ કંપની સામે ફિટકાર વર્ષાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button