IDARSABARKANTHA

બિપોરજોય વાવાઝોડાને પગલે સાબરકાંઠા જિલ્લામાં વન વિભાગ ખડેપગે

બિપોરજોય વાવાઝોડાને પગલે સાબરકાંઠા જિલ્લામાં વન વિભાગ ખડેપગે

*************

જિલ્લામાં છેલ્લા બે દિવસમાં રસ્તામાં પડી ગયેલા ૨૪ જેટલા વૃક્ષો હટાવાયા

*********

સમગ્ર રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે અમુક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. જેને લઈ અનેકવિધ મુશ્કેલીઓ સર્જાઇ છે. જેમાં વૃક્ષો પડી જવા, વીજપોલ પડવા, ઇમારતો ધરાશયી થવા જેવા બનાવો બન્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદના કારણે છેલ્લા બે દિવસમાં ૨૪ જેટલા વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા. આથી લોકોને અવરજવર કરવા, માલસામાન હેરફેર, દવાખાના કે અન્ય રીતે

મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લામાં વન વિભાગ ખડેપગે છે. વન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં જમીન દોસ્ત થયેલા ૨૪ જેટલા વૃક્ષોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જેમાં ખેડબ્રહ્મામાં ત્રણ, પોશીનામાં ચાર, વડાલીમાં બે, વિજયનગરમાં ચાર, ઇડરમાં સાત, હિંમતનગર બે અને પ્રાંતિજ બે જેટલા પડી ગયેલા વૃક્ષો ને હટાવીને લોકોને અવર જવર માટેની મુશ્કેલી તાત્કાલિક ધોરણે દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. બિપોરજોય વાવાઝોડાને લઈ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી લોકોની સમસ્યાઓ અને સલામતીને પ્રાથમિકતા આપી ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે.

રીપોર્ટ, જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button