BANASKANTHAGUJARATPALANPUR

સમતા વિદ્યા વિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

26 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલમાં આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે અધ્યક્ષ તરીકે શ્રી અમૃતલાલ નાનજીભાઈ કાપડિયા ગામ વેસાના ધર્મ પત્ની શ્રીમતી તારાબેન અમૃતલાલ કાપડિયાના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.તેમણે તાજેતરમાં નવીન રૂમના બાંધકામના સહયોગ રૂપે 55,555/- રૂપિયાનું દાન આપેલ. કેળવણી મંડળના પ્રમુખશ્રીએ શ્રી અમૃતલાલ નાનજીભાઈ કાપડિયાનો કેળવણી મંડળ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણાના હસ્તે શ્રીમતી તારાબેન અમૃતલાલ કાપડિયાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ તુલસીભાઈ પરમાર, શ્રી હરિભાઈ મગરવાડીયા,શ્રી હિરાભાઈ એમ પરમાર, મહામંત્રીશ્રી હરીભાઈ એન સોલંકી,મેનેજિંગ ડિરેક્ટર શ્રી જે.સી.ઈલાસરીયા,ખજાનચી શ્રી કાળુભાઈ આઈ મકવાણા,ઓડીટર શ્રી નરસિંહભાઈ ડી વણસોલા,કારોબારી સદસ્યશ્રી પી.કે.ડાભી ,શ્રી ગલબાભાઈ ડી પરમારએ વિદ્યાર્થીઓને પ્રજાસત્તાક દિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી. ઉપપ્રમુખ શ્રી હીરાભાઈ એમ પરમાર તરફથી સમગ્ર સંકુલના શિક્ષક ગણ તથા બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું. આજના સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી જગદીશભાઈ પરમાર એ કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button