ઢીંચણીયા અંતરિયાળ વિસ્તારમાં વસ્તા આદીવાસી સમાજને પોતાનાં મકાન છોડી જમીન પરત કરવાની અરજી મળતા પરિવારો ભારે મૂંઝવણ માં મુકાયા


સાબરકાંઠા…
અંતરિયાળ વિસ્તારમાં વસ્તા આદીવાસી સમાજને પોતાનાં મકાન છોડી જમીન પરત કરવાની અરજી મળતા પરિવારો ભારે મૂંઝવણ માં મુકાયા છે.. ઈડર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વસ્તા આદીવાસી સમાજે ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પોતાની જમીન ન છોડવા તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા થતાં ઉદ્ધતાઈ ભર્યા વર્તન સામે કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી છે…
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વસ્તા આદીવાસીનાં કેટલાક પરિવારો છેલ્લાં કેટલાંક સમયથી ભારે મૂંઝવણ માં મુકાયા છે.. અંતરિયાળ વિસ્તારમાં વસ્તા અને અશિક્ષિત સમાજને તંત્રના નામે ફોરેસ્ટ વિભાગ દ્વારા ધાક ધમકી તેમજ ઉદ્ધતાઈ ભર્યા વર્તન કરવામાં આવે છે.. ઈડર તાલુકાના સિયાશન ગામની સીમમાં વસ્તા આદીવાસી પરિવારો છેલ્લાં કેટલાંક વર્ષોથી પોતે સ્થળ પર વસવાટ કરે છે વર્ષોથી આદીવાસી સમાજનાં કેટલાક પરિવારો છૂટક મજૂરી તેમજ ખેતી કામ કરી પોતાનુ તેમજ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.. ત્યારે ફોરેસ્ટ વિભાગ તેમજ તંત્ર દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી અંતરિયાળ વિસ્તારમાં વસ્તા આદીવાસી પરિવારોને જગ્યા ખાલી કરવાના આદેશો આપવામાં આવી રહ્યા છે.. ફોરેસ્ટ વિભાગ દ્વારા જમીન ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ પિડીત પરિવારો યોગ્ય ન્યાય માટે તંત્રનાં આંગણે પહોંચ્યા છે.. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા નોટિસ આપ્યા બાદ પિડીત પરિવારો સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરવામાં આવ્યુ હોવાની રાવ ઉઠવા પામી છે… ત્યારે પિડીત પરિવારોએ એકઠા થઈ ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પોતાને યોગ્ય ન્યાય મળે તેણે લઇ રજૂઆત કરી હતી.. તેમજ આવનાર દિવસોમાં આદીવાસી સમાજનાં પિડીત પરિવારોને તંત્ર દ્વારા જડપી તેમજ યોગ્ય ન્યાય મળે તેવી મીટ માંડી બેઠયા છે…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા



