હાલોલ તાલુકાના જેપુરા અને નવા જાખરીયા પ્રાથમિક શાળામાં માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૧.૧૨.૨૦૨૩
10 ડિસેમ્બર 1948ના રોજ સંયુક્ત રાષ્ટ્ર એ માનવ અધિકારોની વિશ્વ ઘોષના જાહેર કરીને પ્રથમ વખત માનવ અધિકારની વાત કરી હતી જોકે સત્તાવાર રીતે આ દિવસની જાહેરાત 1950 માં કરવામાં આવી હતી.એસેમ્બલીએ આ દિવસે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ઉજવવા માટે તમામ દેશોને આમંત્રિત કર્યા હતા ત્યારબાદ એસેમ્બલીએ ઠરાવ 423 (V) પસાર કરીને તમામ દેશો અને સંબંધિત સંસ્થાઓને આ દિવસની ઉજવણી કરવા માટે આહવાન કર્યું હતું ત્યારબાદ 10 ડિસેમ્બર 1948ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આ ઘોષણા ને માન્યતા આપવામાં આવી હતી અને માનવ અધિકાર દિવસ માટે 10 ડિસેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો આવા સમયે ભારતમાં માનવ અધિકાર અધિનિયમ 28 સપ્ટેમ્બર 1993થી લાગુ કરવામાં આવ્યો હતો અને 12 ઓક્ટોબર 1993આવા સમયે ભારતમાં માનવ અધિકાર અધિનિયમ 28 સપ્ટેમ્બર 1993થી લાગુ કરવામાં આવ્યો હતો અને 12 ઓક્ટોબર 1993 ના રોજ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કરવામાં આવી હતી.આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ શા માટે ઉજવવામાં આવે છે માનવ અધિકાર એટલે વિશ્વમાં રહેતા દરેક માનવીને મળેલા કેટલાક વિશેષ અધિકારો જે વિશ્વને એક સાથે બાંધે છે દરેક વ્યક્તિનું રક્ષણ કરે છે તેને સ્વતંત્રતા સાથે વિશ્વમાં રહેવા દે છે કોઈપણ વ્યક્તિ સાથે કોઈપણ કિંમતે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ કોઈ સમસ્યા ન હોવી જોઈએ માનવ અધિકારો એટલા માટે બનાવવામાં આવ્યા હતા કે તેઓ પોતાનું જીવન ખુશીથી જીવી શકે માનવ અધિકાર દિવસ લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉપદેશ સાથે ઉજવવામાં આવે છે.૧૦ ડીસે માનવ અધિકાર દિવસ નિમિતે હાલોલ તાલુકાના જેપુરા ના આચાર્ય અતુલભાઈ અને નવા ઝાખરીયા સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય ભારતીબેન પરમાર સાથે સંકલન કરી શાળાના શિક્ષકો સાથે મળીને ૬ થી ૮ ના બાળકો સાથે માનવ અધિકાર દિવસનું મહત્વ, ઇતિહાસ અને તે દિવસે મળેલ અધિકાર અને ફરજોની બાળકો સાથે ચર્ચા કરવામાં આવી અને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી.ત્યારબાદ બાળકો સાથે મેદાનમાં બાળગીત અને પ્રવુતિ કરવામાં આવી હતી.અને અંતમાં બાળકો સાથે ગામમાં મળીને રેલી યોજાઇ હતી અને બાળકો દ્વારા ગામમાં વાલીઓને માનવ અધિકાર દિવસની ચર્ચા બાળકોએ તેમની ભાષામાં સ્લોગન ના માધ્યમથી દ્વારા કરવામાં આવી હતી અને તેઓને સમજાવવામાં આપણા દ્વારા ટેકો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કાર્યક્મને સફળ બનાવવામાં બન્ને શાળાના આચાર્ય અને શિક્ષકોનો મહત્વનો ફાળો રહ્યો હતો.










